છેલ્લા 16 વર્ષથી ટીવી સિરિયલ ની દુનિયામાં લોકોને મનોરંજન કરાવી રહેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને અનેક તસવીરો શેર કરતા હોય છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે જોકે હાલમાં તારક મહેતા સિરિયલમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ સિરિયલને હંમેશા માટે અલવિદા કહી દીધું છે પરંતુ નવા પાત્રો એ પણ પોતાના અભિનય થી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. થોડા સમય પહેલા જ તારક મહેતા સીરીયલ ના સેટ પરથી 16 વર્ષ પૂર્ણ થયાની ધમાકેદાર ઉજવણી કરી હતી જેમાં સીરીયલ સાથે જોડાયેલા ડાયરેક્ટર દિગ્દર્શક નિર્દેશક તથા અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળ્યા હતા.
આ તમામ તસવીરો વાયરલ થતાની સાથે જ તારક મહેતા સીરીયલ ના ચાહકોએ 16 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં અભિનંદન શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી અલગ અલગ વાર્તા સ્ટોરી અને એપિસોડથી આ સીરીયલ છેલ્લા 16 વર્ષથી તમામ લોકોને ખડખડાટ હસાવી રહી છે જેમાં દરેક ઉંમરના લોકો અને પરિવાર એક સાથે બેસી આ સીરીયલ ની મજા માણી શકે છે. આ કારણથી જ તારક મહેતા સીરીયલને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે. આટલા વર્ષો થયા હોવા છતાં પણ સિરિયલની લોકપ્રિયતામાં કોઈ પણ ઘટાડો હજુ સુધી જોવા મળ્યો નથી દિવસે ને દિવસે સીરીયલ પ્રત્યેની લોકપ્રિયતા લોકોની વચ્ચે ખૂબ જ વધતી જોવા મળ્યા છે.
આ સીરીયલ હાસ્ય સાથે સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાના અનેક પાઠો પણ શીખવી રહી છે. આ કારણથી જ સૌથી વધારે લોકો સીરીયલ જોવાનું પસંદ કરે છે હાલમાં જ સિરિયલમાં અંજલી ભાભીનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી સુનયના એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઓગસ્ટ મહિનાની તમામ મેમરીઝ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જે લોકોને પણ ખૂબ જ પસંદ આવી હતી તે કારણથી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળી રહી છે. પ્રથમ તસવીરમાં આપ જોઈ શકો છો કે અંજલી ભાભી પોતાના સાથી મિત્રો સાથે જોવા મળી રહી છે જ્યારે બીજી તસવીરમાં શૂટિંગના સેટ પરથી જન્માષ્ટમીના ઉજવણી ની તસ્વીરો શેર કરી છે જેમાંથી ભગવાન કૃષ્ણ સામે સંપૂર્ણ ભક્તિ ભાવથી બેઠેલી જોવા મળે છે.
View this post on Instagram
ત્રીજી તસવીરમાં પોતાના શૂટિંગ સેટ પરના મેકઅપ આર્ટિસ્ટ પાસેથી કોફી લેતી જોવા મળે છે. અન્ય તસવીરોમાં સીરીયલ સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ સાથે ફોટોગ્રાફી કરાવી રહી છે જ્યારે ઘણી બધી ઇવેન્ટોમાં હાજરી આપતી પણ જોવા મળે છે. આ સાથે બીજી ઘણી તસવીરોમાં તે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી કરી રહી છે જ્યારે એક તસવીરમાં તે બબીતાજી સાથે 16 વર્ષ પૂર્ણ થયાની પાર્ટીમાં ડાન્સ કરતી પણ જોવા મળે છે.
અંજલી ભાભી ઓગસ્ટ મહિનામાં અનેક પર્સનલ ફોટોશૂટ પણ કરાવ્યા હતા જેની તસવીરો પણ ઓગસ્ટની મેમરીઝમાં શેર કરી છે એક તસવીરમાં તે બ્લેક ટોપ માં જોવા મળી રહ્યા છે. પોતાના ઘરનો અને માતા-પિતાનો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે પોતાની કેટ સાથે હરતા ફરતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે જુના અંજલી ભાભીએ સીરીયલ ને અલવિદા કહી દીધા બાદ તમામ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ નવા અંજલિ ભાભીના પાત્ર એ પોતાના અભિનયથી કોઈપણ વ્યક્તિને નિરાશ થવા દીધા હતા આજે પણ પોતાના અભિનયથી અંજલી ભાભી દરેક લોકોના દિલ જીતી રહી છે અને તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે.