પેરિસ પેરાલિમ્પિકમાં અવની લેખરાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીતી ગર્વ અપાવ્યું, અકસ્માતમાં કરોડરજ્જુ ગુમાવ્યા છતાં પણ ન માની હાર અને…

વાઇરલ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે પેરિસ ઓલમ્પિક 2024 માં ભારતના તમામ ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં ભારતને ગર્વ અપાવ્યું હતું. આ વર્ષે ઓલમ્પિક 2024 ભારત માટે હંમેશા યાદગાર બની રહેશે જેને તમામ ભારતવાસીઓ ત્યારે ભૂલી શકશે નહીં પોતાની મહેનત સંઘર્ષ અને આત્મવિશ્વાસથી તમામ ખેલાડીઓએ ભારત દેશ માટે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આજે એક આવી જ સફળતાની કહાની આપના સમક્ષ કરવા જઈ રહ્યા છીએ. ઓલમ્પિક 2024 માં બીજા દિવસની ખુબ જ શાનદાર શરૂઆત થઈ હતી.

બીજા દિવસે ભારત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. આ મેડલ ભારતીય શૂટર અવની લેખરાએ જીત્યો હતો. ઓલમ્પિક 2023 માં પણ અવનીએ ભારત માટે મેડલ જીત્યા હતા. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. અવનીએ આ વખતે પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

આ જ ઇવેન્ટમાં મોના અગ્રવાલ એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ બે મેડલ સાથે પેરિસ પેરાલિમ્પિક માં ભારતનું ખાતું ખુલ્લી ગયું છે. માત્ર 22 વર્ષની ભારતીય યુવતી અવની એ ફાઇનલમાં 249 પોઇન્ટ મેળવ્યા છે.અવની એ આ પહેલા પણ 2020 માં અનેક મેડલો જીત્યા હતા.તે ભારત માટે પેરલિમ્પિક માં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બની હતી. એને ભારત માટે બેક ટુ બેક ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આપને જણાવી દઈએ કે અવની એ આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે સતત મહેનત કરી તેણે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે તેણે હાર નથી માની આ કારણથી જ આજે તે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ભારત દેશને ગર્વ અપાવી રહી છે. ખૂબ જ નાની ઉંમરથી જ અવનીને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પરિસ્થિતિ સામે સતત લડી સંઘર્ષોને પાર કરી સફળતા સુધી પહોંચે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એક અલગ જ જૂનું અને સપનું આજે તેને ગોલ્ડ મેડલ સુધી લઈ ગયું હતું. આજે અવની લાખો લોકો માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની હતી.

અવની નો જન્મ 8 નવેમ્બર 2001 રાજસ્થાનના જયપુરમાં થયો હતો. પરંતુ વર્ષ 2012 તેમના જીવનનું નિર્ણાયક વર્ષ સાબિત થયું હતું. આ વર્ષમાં અવની કાર અકસ્માતમાં ભોગ બનતા કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી અને તેને કારણે લકવો થયો હતો. આ અકસ્માત વખતે અવનિની ઉંમર માત્ર 11 વર્ષની જ હતી. અકસ્માતમાં વધારે ઇજાને કારણે તે ચાલી શકતી નહોતી તેથી તેને વહિલ ચેર નો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દુર્ઘટના ના ત્રણ વર્ષ બાદ અવની એ શૂટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું અને તેને જ પોતાના જીવનનું લક્ષ્ય અને સપનું બનાવી દીધું. અકસ્માતની ઘટના બાદ અવની ના પિતાએ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે તેને પ્રેરિત કરી અને તેમના આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થયા. શરૂઆતમાં તેણે તીર નિશાનાની પ્રેક્ટિસ કરી.

આ બાદ ધીરે ધીરે પકડ મજબૂત થતાં શૂટિંગ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. અવનીને ખુદ પર વિશ્વાસ હતો કે તે જરૂરથી શૂટિંગમાં સફળ થશે અને તેનો નિર્ણય પણ આગળ જતાં સાચો સાબિત થયો હતો. વર્ષ 2015માં જયપુર ખાતે શૂટિંગ તાલીમ કેન્દ્રમાં સામેલ થઈ. આબાદ ધીરે ધીરે આગળ વધતા આજે તેને ભારત માટે સૌથી વધારે મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે ભારત દેશવાસીઓએ અવનીને શુભકામના શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *