તારક મહેતા ટીવી સિરિયલ આજે દરેક લોકોની વચ્ચે લોકપ્રિય બની ગઈ છે છેલ્લા 16 વર્ષથી આ સીરીયલ દરેક લોકોને મનોરંજન કરાવી રહી છે. આ કારણથી જ ચાહકોના સાથ સહકાર અને પ્રેમને કારણે 16 વર્ષ પૂર્ણ કરવામાં સીરીયલ ખૂબ જ સફળતા મળી છે તેમાં તમામ સીરીયલ સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓ દિગ્દર્શક ડાયરેક્ટર માર્ગદર્શક તમામ લોકોએ પોતાનો અગ્રીમ ફાળો આપી દરેક લોકોને મનોરંજન કરાવવામાં પોતાની આગવી ભૂમિકા ભજવી છે. હાલમાં જોકે આ સીરીયલના અનેક પાત્રો આજે બદલાઈ ગયા છે તેમાં સોઢી રોશન હાથી સોનુ ટપુ અંજલી તારક નટુકાકા જેવા તમામ પાત્રોનો સમાવેશ થાય છે પરંતુ નવા પાત્રોએ સર્વશ્રેષ્ઠ અભિનય કરી તમામ લોકોના દિલ જીતી લીધા હતા તથા સીરીયલ ને એક નવી ઊંચાઈએ પહોંચાડવામાં સફળતા મેળવી હતી. થોડા દિવસ પહેલા આ સીરીયલમાં ડોક્ટર હાથીના પુત્ર તરીકે પાત્ર નિભાવનાર ગોલી એ પણ સીરીયલને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. આ સમાચારથી તમામ લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ નવા ગોલીનો અભિનય પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ શોમાં બબીતાજીનું પાત્ર નિભાવનાર એટલે કે મુનમુન દત્તા હંમેશા સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે તથા અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે. જેમાં તે ઘણીવાર પોતાના પર્સનલ ફોટોશૂટ તો ઘણીવાર પોતાના પરિવાર સાથે હોટલ કે વેકેશનની મજા માણતી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં પરંતુ તારક મહેતા સીરીયલ માં બબીતાજી છેલ્લા 16 વર્ષથી અભિનય કરી તમામ લોકોના દિલમાં રાજ કરી રહી છે આ સાથે તેમનો અભિનય પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. બબીતાજી ની સુંદરતા સામે બોલીવુડની અભિનેત્રી પણ પાછી પડે છે આજે તેમના ચાહકો બબીતાજીની સુંદરતાના દિવાના છે.
View this post on Instagram
આ તારક મહેતા સીરીયલ માં તેને ઐયરની પત્ની તરીકેનું પાત્ર સોંપવામાં આવ્યું છે. બબીતાજી તારક મહેતા સીરીયલ ના 16 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી શૂટિંગ સેટ પરથી ડાયરેકટર દિગ્દર્શક અને અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કરી હતી જેની તસવીરો પણ તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી અને ચાહકોને જણાવ્યું હતું કે આ 16 વર્ષ બદલ સાથ સહકાર આપવા માટે આપનો ખુબ ખુબ આભાર. આ સીરીયલ માં મને ઘણું બધું શીખવા મળ્યું છે જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. હું હંમેશા આ સીરીયલ સાથે જોડાઈ રહેવાનો પ્રયત્ન કરીશ. તમામ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી બબીતાજીને પણ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.
હાલમાં જ મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ ખૂબ જ સુંદર અને ડિઝાઇન કરેલા પિંક લહેંગા માં ફોટો શૂટ કરાવ્યું છે જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે બબીતાજી અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની સુંદરતાનો જાદુ બતાવ્યો હતો. આ તસવીરો માટે સ્વર્ગની પરી કરતા પણ વિશિષ્ટ સુંદર અને આકર્ષક લાગી રહી છે તમામ લોકો તેમના દીવાના બન્યા હતા અત્યાર સુધી આ ફોટોશૂટને 2,38,904 કરતાં પણ વધારે લાઇક આવી ચૂકી છે. આ તસવીરોમાં તમામ લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી બબીતાજીના આ ફોટોશૂટના ખૂબ જ વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું કે ખૂબ જ સુંદર જ્યારે બીજા વ્યક્તિ લખ્યું હતું કે યુ આર માય ક્વીન.