આપણે સૌ લોકો જાણીએ છીએ કે લોકપ્રિય ટીવી સીરીયલ taarak mehta ka ooltah chashmah છેલ્લા 16 વર્ષથી દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યો છે આ કારણ થી તારક મહેતા સીરીયલ ને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે ખૂબ જ વધતી જતી જોવા મળે છે અલગ અલગ એપિસોડથી આ સીરીયલ દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યો છે જેમાં તમામ અભિનેતા અભિનેત્રીઓ ડાયરેકટર દિગ્દર્શક માર્ગદર્શક તથા શૂટિંગ સેટ અને મેકઅપ આર્ટિસ્ટ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓએ ખૂબ જ મહેનત કરી છે.
આ સીરીયલના થોડા દિવસ પહેલા જ 16 વર્ષ પૂર્ણ થયા હતા જેની ઉજવણી તારક મહેતા સીરીયલ ના તમામ લોકોએ શૂટિંગ સેટ પરથી કરી હતી આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તારક મહેતા સીરીયલ ના ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી આજે આ સીરીયલ એ વિશ્વ સ્તરે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે. હાલમાં જોકે સીરીયલ ના ઘણા ખરા પાત્રો એ અલવિદા કહી દીધું છે પરંતુ નવા પાત્રોએ પોતાના સર્વ શ્રેષ્ઠ અભિનયથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા. આ સીરીયલ સાથે જોડાયેલા અનેક અભિનેતા અને અભિનેત્રીઓ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો અને વિડીયો તથા પોતાના પર્સનલ ફોટોશૂટ શેર કરતા રહે છે.
હાલમાં જ તારક મહેતામાં બબીતાજીનું પાત્ર નિભાવી રહેલા મુનમુન દત્તાએ પોતાની સોળ વર્ષ પહેલાંની જૂની તસવીરો શેર કરી જૂની યાદોને ફરીથી તાજા કરવાનો લોકોની વચ્ચે એક પ્રયત્ન કર્યો હતો વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે બબીતાજી એક યલો લક્ઝરીયસ કાર સાથે જોવા મળી રહ્યા છે પરંતુ આ તસ્વીર પાછળની હકીકત સત્ય શું છે તે તમને તસવીરના નીચે લખેલા કેપ્શન વાંચીને જ સમજાઈ જશે. આજથી 16 વર્ષ પહેલા બબીતાજીએ તારક મહેતા સિરિયલમાં એન્ટ્રી કરી હતી આજ દિન સુધી તે પોતાના અભિનયથી દરેક લોકોને દીવાના બનાવે છે તેની સુંદરતા સામે બોલીવુડની અભિનેત્રી પણ ફીકી પડે છે.
View this post on Instagram
આ 16 વર્ષ પહેલા ની જૂની તસવીરો શેર કરતા બબીતાજી એ પોતાના કેપ્શન માં લખ્યું હતું કે 17 વર્ષની હું કેરળના બેકવોટર્સમાં સ્કોડા કારની મારી પ્રથમ જાહેરાત માટે શૂટિંગ કરી રહી છું. ઉદ્યોગમાં અને મુંબઈ શહેરમાં એક સંપૂર્ણ નવોદિત તરીકે આ તક મેળવીને હું કેટલી ઉત્સાહિત હતી.ફ્લાઇટમાં અન્ય સુંદર સ્થાન પર મુસાફરી કરવાનો વધારાનો લાભ હતો કારણ કે આ મારી બીજી વખત હતી જ્યારે મને ફ્લાઇટમાં જવાની તક મળી હતી અને હું ઉત્સાહિત હતી. કારણ કે આ એકમાત્ર રસ્તો હતો જે હું વિમાનમાં બેસી શકી હતી. મારી પાસે મારા માટે ટિકિટ લેવા માટે પૈસા નથી.અને મારા જીવનના તે સમયે જ્યાં હું ભાગ્યે જ પૂરો કરી શકતી હતી.વિમાનમાં મુસાફરી કરવી એ ચોક્કસપણે એક મોટી લક્ઝરી હતી.મારા જીવનમાં દરેક વસ્તુમાં સમય લાગ્યો. સંઘર્ષો અનંત હતા અને આજે જે મને આકાર આપ્યો છે તેના માટે હું આભારી છું.અને ભગવાન દયાળુ છે.
આ કેપ્શન અને તસ્વીર દ્વારા બબીતાજીએ પોતાના જીવનમાં થયેલા સંઘર્ષો અને સફળતાની કહાની વિશે જણાવ્યું હતું કે આજથી 16 વર્ષ પહેલાં તેને એક લક્ઝરીયસ કારની જાહેરાત કરી હતી ત્યારબાદ તેને પ્રથમ વાર ફ્લાઇટમાં બેસવાનો અને અવસર પ્રાપ્ત થયો બબીતાજીની આ સંઘર્ષતા ની દરેક લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની હતી આ કેપ્શન અને તસવીર પરથી અંદાજો લગાવી શકાય કે બબીતા જે આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે. આથી જ તેવા આજે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી તારક મહેતા સીરીયલ માં અભિનય ક્ષેત્રે ખૂબ જ આગળ વધી એક સફળ અભિનેત્રી તરીકેની પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે.