ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદી હાલમાં અબુધાબી શહેરમાં મજા માણી રહી છે જેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં તેમને શેર કર્યા હતા અને ચાહકોને પણ તમામ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી. આજના સમયમાં ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો સૂર દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે તથા તેના રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા જોવા મળે છે. થોડા સમય પહેલા તેને અબુધાબીમાં આવેલ બીએપીએસ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ બાદ તેણે મહા આરતીનો પણ લાભ લીધો હતો.
ભૂમિ ત્રિવેદી સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ આજે તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી સંગીત પ્રત્યે પોતાના પ્રેમને વધારી રહ્યા છે. આ બાદ તેણે પોતાના સાથે મિત્ર ના ઘરે ડિનર ની મજા માણી હતી જેની તસવીરો ભૂમિ ત્રિવેદી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ભૂમિ ત્રિવેદી ખુરશી ઉપર બેઠા છે અને તેની સામે અલગ અલગ ભોજન જોવા મળી રહ્યો છે જેમાં ફ્રૂટ ચા જ્યુસ કાજુ બદામ પિસ્તા તથા અબુધાબીની પ્રખ્યાત અને ફેમસ ડીશ જોવા મળે છે.
View this post on Instagram
આજના સમયમાં ભૂમિ ત્રિવેદીને વિદેશના લોકો તરફથી પણ ખૂબ જ માન સન્માન પ્રેમ સાથ અને સહકાર મળે છે આ કારણથી કહી શકાય કે આજે ભૂમિ ત્રિવેદીની લોકપ્રિયતા માત્ર ગુજરાત અને ભારતને પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે આ કારણથી જ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં ભૂમિ ત્રિવેદીને વિશિષ્ટ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આ કારણથી જ આજે તે સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સતત આગળ વધી રહી છે.
આ તસવીરો શેર કરતા ભૂમિ ત્રિવેદીએ પોતાના કેપ્શન માં લખ્યું હતું કે દુબઈમાં માય ડિયર ફ્રેન્ડ રુખસારે મને મારા મનપસંદ બેકસ્ટેજ પર નાસ્તો કરવા માટે કહ્યું અને ત ખરેખર શો પહેલા તેને વાસ્તવિક બનાવ્યું. હું ઈચ્છું છું કે ડોનટ્સ ભી? તમે ખૂબ જ સ્વીટ છો મારા માટે ભૂમિ ત્રિવેદી એ પોતાના સાથી મિત્રો નો ડિનર માટે આભાર વ્યક્ત કર્યો હતો. અબુધાબી નો આ પ્રવાસ ભૂમિ ત્રિવેદી માટે ખૂબ જ યાદગાર અને ખાસ બની ગયો હતો.