આજકાલ અવારનવાર સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના મળી આવે છે. પોલીસ કે ક્રાઈમ બ્રાંચ ગેરકાયદેસર કૌભાંડીઓ પર દરોડા પાડે છે અને સ્પાની આડમાં ચાલતા કૌભાંડોનો પર્દાફાશ કરે છે. જોવા જઈએ તો આવા વેશ્યાગૃહોમાં દેશ બહારથી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે બોલાવવામાં આવે છે. ત્યારે બિહારમાંથી આવી જ એક ગેંગ ઝડપાઈ છે.
અહીં પોલીસે આંતર રાજ્ય સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનામાંથી બે યુવતીઓ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ હોટલ સંચાલકની ધરપકડ કરીને જગ્યાને સીલ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અરરિયાના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોટી સોતી હોટલ આવેલી છે. અહીં સોમવારે મોડી રાત્રે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસ દ્વારા છોકરા અને છોકરીને હોટલના રૂમમાંથી વાંધાજનક સ્થિતિમાં પકડવામાં આવ્યા હતા. બીજા રૂમમાં એક છોકરી બેઠી હતી. આટલું જ નહીં સાહબીર નામનો વ્યક્તિ હોટલના કાઉન્ટર પર બેઠો હતો. પોલીસ દ્વારા દરેકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીઓનું આ અંગે કહેવું છે કે, મામલાની તળિયા સુધી તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ અરરિયામાં પોલીસની કાર્યવાહી બાદ તમામ હોટલ સંચાલકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. પોલીસને શંકા છે કે, જિલ્લા કે રાજ્યમાં અન્ય સ્થળોએ પણ સ્પાની આડમાં કૂટણખાના ચાલતાં હોવાની શક્યતા છે.