આપ સૌ લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત ને ઓળખતા જ હશો.પરંતુ આજની જનરેશનના વ્યક્તિઓ માધુરી દીક્ષિતને નજીકથી નહી ઓળખતા હોય પરંતુ માધુરી દીક્ષિત એ પોતાની દરેક ફિલ્મમાં ખૂબ સારો અભિનય કરી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની રોનક અને શાન વધારી દીધી છે. તેમણે બોલીવુડના અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જે ફિલ્મો આજે પણ દરેક લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. માધુરી દીક્ષીત ના દરેક ચાહકો તેમને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર આપતા જોવા મળે છે.
આજે માધુરી દીક્ષિતની ઉંમર ભલે 57 વર્ષ કરતાં પણ કદાચ વધારે હોય પરંતુ પોતાની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી તે હંમેશા ફેશન સ્ટાઈલ અને પોતાની પર્સનલ લાઈફને કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે તથા પોતાના ચાહકોના પ્રેમને કારણે હંમેશા તે સોશિયલ મીડિયાના માધ્યમથી એક્ટિવ રહી પોતાની અનેક તસવીરો અને વિડિયો તથા ફિલ્મોને લઈ અપડેટ ચાહકોને આપતી રહે છે.
View this post on Instagram
હાલમાં જ માધુરી દીક્ષિત એ પોતાના instagram એકાઉન્ટમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે જેને જોતાની સાથે જ તમામ ચાહકો ફિદા થઈ ગયા હતા. આ તસવીરોમાં માધુરી દીક્ષિત એ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તેમાં તેણે અલગ અલગ અંદાજમાં પોઝ આપી લોકોને દીવાના બનાવ્યા હતા આ સાડીમાં રંગબેરંગી ફુલ પણ જોવા મળી રહ્યા છે. માધુરીની સ્માઈલ આ તસવીરમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અત્યાર સુધી આ ફોટોશૂટને બે લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.
માધુરી દીક્ષિત ને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 39.5 મિલિયન ફોલોવર્સ રહેલા છે. આ કારણથી કહી શકાય કે માધુરી દીક્ષિતને ચાહનારા લોકો ખૂબ મોટી સંખ્યામાં રહેલા છે આ તસ્વીરને અત્યાર સુધી બે લાખ કરતા પણ વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે લોકોએ કોમેન્ટ દ્વારા માધુરી દીક્ષિતને કહ્યું હતું કે યુ આર પ્રિન્સેસ ક્વીન યુ આર ઓન ઓફ માય હાર્ટ આમ અલગ અલગ કોમેન્ટથી માધુરી ના આ લુક ના મન ભરી ને વખાણ કર્યા હતા.
તસવીરના કેપ્શન માં અભિનેત્રી એ લખ્યું હતું કે જીવનના મારા માર્ગે હસતાં સુંદર ક્ષણો આ કેપ્શન પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. થોડા સમય પહેલા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્નમાં પણ માધુરી દીક્ષિત તે પોતાના જુના ગીતમાં જોરદાર ડાન્સ કરી તમામ લોકોની વચ્ચે ધૂમ મચાવી દીધી હતી.હાલમાં તો આ તસવીરે લોકો ને દિવાના કરી દીધા છે.