આંબલાલ પટેલની મોટી આગાહી: બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

સમાચાર

ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારે વરસાદ પડ્યો હતો.  ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. સર્વત્ર છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે તેવો હવામાન વિભાગનો અંદાજ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવાને કારણે આવતીકાલથી વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. આવતીકાલથી વરસાદી ગતિવિધિઓમાં થોડો વધારો થવાની શક્યતા છે. જ્યારે 20 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે દક્ષિણના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 20 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમના કારણે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થવાની સંભાવના હતી. ઓગસ્ટમાં લાંબા સમય સુધી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે. 19, 20 અને 21 ઓગસ્ટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસમા, વડનગર, હારીજ, કડી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસાના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલ દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. વિરમગામના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વડોદરા, બોડેલી, કરજણ સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહેમદાવાદ, કપડવંજ, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમી પવનો આ સિસ્ટમને ગુજરાતમાં પ્રવેશતા અટકાવે છે. જેના કારણે વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી શક્યતા છે. પરંતુ, તેમ છતાં તેની અસર ગુજરાતમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *