આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતોના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને આપણે ચોંકી જઈએ છીએ. વરસાદને કારણે ઘણી વખત અકસ્માત થાય છે. ત્યારે તાજેતરમાં મુંબઈમાંથી આવો જ એક અકસ્માત થયો હતો. ગુરુવાર, 14 સપ્ટેમ્બરના રોજ, મુંબઈ એરપોર્ટ પર ઉતરતી વખતે એક ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી સરકી ગયું અને ક્રેશ થયું હતું.
એરક્રાફ્ટના બે ટુકડા થયા અને ક્રેશ થયા પછી તરત જ આગ લાગી, જેમાં છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હતા. આ તમામ લોકો ઘાયલ છે. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વિશાખાપટ્ટનમથી વિમાને ઉડાન ભરી હતી.
विशाखापट्टनम से मुंबई आ रहा VSR वेंचर्स लियरजेट 45 एयरक्राफ्ट मुंबई एयरपोर्ट के रनवे में बारिश की वजह से फिसल कर दो हिस्सों में टूट गया. उसमें आग लग गई. प्लेन में 6 पैसेंजर्स और 2 क्रू मेंबर सवार थे. जिनमें से 3 लोग घायल हुए हैं, उन्हें इलाज के लिए अस्पताल में भर्ती कराया गया है. pic.twitter.com/i0B0zQqvkV
— gyanendra shukla (@gyanu999) September 14, 2023
પ્રાથમિક માહિતી મુજબ, આ એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના ભોપાલ સ્થિત કંપની દિલીપ બિલ્ડકોનના નામે રજીસ્ટર્ડ છે. જે.એમ. બક્ષી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો વિમાનમાં સવાર હતા. જે.એમ. બક્ષી કંપની લોજિસ્ટિક્સ સેક્ટરમાં કામ કરે છે. VCR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ મુંબઈમાં રનવે 27 પરથી સરકી ગયું હતું, એમ સિવિલ એવિએશનના મહાનિર્દેશકે જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે જેના કારણે આ અકસ્માત થયો છે. આ ઘટનામાં લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.