સમગ્ર ભારત દેશમાં શ્રાવણ મહિનાનું અનેરૂ મહત્વ રહેલું છે હાલમાં સમગ્ર ભારત દેશના અનેક મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ ઉત્સવોની ઉજવણી જોવા મળે છે જેમાં તમામ લોકો ભગવાન મહાદેવની આરાધના કરી તેમને પ્રસન્ન કરતા હોય છે આ શ્રાવણ મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે આ કારણથી જ અનેક શિવભક્તો મહાદેવની ધૂન ભક્તિ પ્રાર્થના અને પૂજા નું આયોજન પોતાના ઘર આંગણે અથવા ધાર્મિક મંદિરોમાં કરતા હોય છે. આ મહિના દરમિયાન તમામ ભક્તો શિવ ભક્તિમાં લીન થતા હોય છે.
આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાતના હાસ્ય કલાકાર તરીકે જાણીતા માયાભાઇ આહિરે પોતાના સમગ્ર પરિવાર સાથે ઘર આંગણે શિવ મહાપૂજાના આયોજન કર્યું હતું.તેના અનેક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે માયાભાઈ આહીર પોતાની પત્ની સાથે ભગવાન મહાદેવની આરતી ઉતારી રહ્યા છે તથા આસપાસ ઢોલ નગારા શરણાઈ અને શંખનાદ નો અવાજ સંભળાઈ રહ્યો છે ખરેખર આ પૂજા જોતાની સાથે જ આસપાસનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આપને જણાવી દઈએ કે માયાભાઈ આહીર હંમેશા પોતાની સંસ્કૃતિ સંસ્કારો અને પરંપરા સાથે જોડાયેલા રહે છે સમગ્ર દેશ દુનિયામાં માયાભાઈ આહીર આટલા સફળ હોવા છતાં પણ હંમેશા ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે અને અવારનવાર અનેક ભક્તિમય સામાજિક વાતો કરતા પણ જોવા મળે છે.
View this post on Instagram
આ બાદ માયાભાઇ આહિરે પોતાની પત્ની સાથે મહા આરતી નો લાભ લીધો હતો જેમાં તમામ પૂજામાં ઉપસ્થિત લોકો મહાદેવની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. માયાભાઈ આહીર પોતાના ઘર આંગણે તમામ ધાર્મિક તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. આ સાથે માયાભાઈ પોતાના અનેક લોક ડાયરામાં કહેતા જોવા મળે છે કે આ દુનિયામાં મહાદેવથી મોટા કોઈ ભગવાન નથી. કારણ કે તે દેવોના દેવ મહાદેવ છે આથી કહી શકાય કે માયાભાઈ આહીર ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે ખરેખર માયાભાઈ આહીર ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે તેવો માત્ર લોક ડાયરા ક્ષેત્ર નહીં પરંતુ સામાજિક અને સેવા ક્ષેત્રે પણ હંમેશા આગળ રહે છે ગરીબ અને જરૂરિયાત મંદોની મદદ કરતા માયાભાઈ આહીર અનેકવાર જોવા મળતા હોય છે.
વિડીયો ના કેપ્શન માં હર હર મહાદેવ લખ્યું હતું તમામ લોકોએ વીડિયોના માધ્યમથી ભગવાન મહાદેવ ની પૂજામાં હાજરી આપી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ સાથે જ કોમેન્ટ બોક્ષમાં તમામ લોકોએ માયાભાઈ આહીર ના સમગ્ર પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા તથા તેમના સંસ્કારો ના વખાણ કર્યા હતા આ સાથે જ તેમના ચાહકે લખ્યું હતું કે આપ પર હંમેશા ભગવાન મહાદેવના આશીર્વાદ બની રહે બસ એ જ પ્રાર્થના જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે આપના સમગ્ર પરિવારને શ્રાવણમાં નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યારે બીજા વ્યક્તિએ લખ્યું હતું કે ખરેખર આ વિડીયો જોતા ની સાથે જ અમારું દિલ ખુશ થઈ ગયું હર હર મહાદેવ.