કેનેડાથી 46 લાખથી વધુનું ડ્રગ્સ અમદાવાદ પહોંચ્યું: ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવી પુસ્તકના પેજ પર સૂકવીને થતું હતું સપ્લાય

ગુજરાત

હાલમાં કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે, આ વખતે કેનેડાથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં લાખોની કિંમતનો કોકેન અને તેનો સામાન ઝડપાયો છે. આ કોકેન કેનેડાથી આવ્યું છે, તેનું ખાલિસ્તાની કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે. આ ઉપરાંત, આ વખતે ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડી પણ એટલી જોરદાર હતી કે ડ્રગ્સને લિક્વિડ ફોર્મ બનાવીને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું, જેના કારણે કોઈને પુસ્તક પર શંકા ન થાય. પરંતુ, અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમને મળેલી એક ટિપના આધારે આખું રેકેટ બહાર આવ્યું છે.

ગુજરાત જાણે ડ્રગ્સ-માફિયાઓ માટે હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સના આંકડા ડ્રગ્સ-માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ જાણે ડ્રગ્સનું હબ બન્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતું હતું. કેનેડાથી દેશભરમાં કોકેન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતા હતા. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

આ ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કેનેડાથી દેશભરમાં કોકેન અને કેનાબીજ જેવા કેફી પદાર્થોને સપ્લાય કરવામાં આવતું હતું. આ ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં સપ્લાય કરવામાં આવતું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનું કોકેન અને 46 લાખની કિંમતનાં 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, પુસ્તકનાં પાનામાં ડ્રગ્સને ચોટાડી દેશ-દુનિયામાં મોકલવામાં આવતું હતું. આટલું જ નહીં, આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતું હતું. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ પ્રાપ્ત કરવામાં આવતું હતું.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દરિયાકિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ, દરિયાકિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવતા પ્રાથમિક તપાસમાં કોકેન હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *