તાજેતરમાં ઉત્તરાખંડમાં આ દિવસોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વળી, પ્રવાસીઓ માટે અહીં આવવું જોખમી સાબિત થઈ રહ્યું છે. વરસાદના કારણે પહાડોમાં તિરાડો અને ભૂસ્ખલનના અહેવાલો છે. આ દરમિયાન, ચમોલી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને વરસાદની મોસમમાં ધોધની નીચે જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.
હકીકતમાં, પહાડો પર છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો આવ્યા છે. જેમાં ઘણી જગ્યાએ મકાનો ધરાશાયી થતા જોવા મળ્યા હતા. રોડ પર કાટમાળ પડવાને કારણે કેટલીક જગ્યાએ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ પણ થઈ ગયો હતો. આ દરમિયાન, ચમોલી પોલીસ દ્વારા એક ભયાનક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને વરસાદની ઋતુમાં સુરક્ષિત રહેવા માટે ધોધથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.
बरसात के मौसम के दौरान पहाड़ो में झरनों के नीचे नहाने से बचें। pic.twitter.com/bY9Xs08zxw
— Chamoli Police Uttarakhand (@chamolipolice) August 20, 2023
પર્વતની મુલાકાત લેતા પ્રવાસીઓ સામાન્ય રીતે ધોધની નીચે નહાવાનો આનંદ માણે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક લોકો પહાડોમાં ધોધ નીચે બેસીને નહાતા અને મસ્તી કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ધોધની નીચે સ્નાન કરી રહેલા લોકો પર પહાડીની ટોચ પરથી અચાનક કાટમાળ પડે છે. જે દરમિયાન બૂમો પડી રહી છે. જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા.
વીડિયો શેર કરતી વખતે ઉત્તરાખંડ ચમોલી પોલીસ દ્વારા અપીલ કરી અને લખવામાં આવ્યું છે કે, ‘વરસાદની ઋતુમાં પહાડોમાં ધોધ નીચે નહાવાનું ટાળો.’ જણાવી દઈએ કે, હાલમાં જ અવિરત વરસાદને કારણે ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. વરસાદને કારણે પરસાડી નજીક બદ્રીનાથ નેશનલ હાઈવે પર મોટી તિરાડો પડી ગઈ હતી.