અભિનેત્રી દીપિકા પાદુકણે રણવીર સિંહ સાથે કરાવ્યું બોલ્ડ પ્રેગ્નન્સી ફોટોશૂટ, જુઓ ખાસ તસવીરો

વાઇરલ

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બર મહિનામાં પોતાના નવા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે દીપિકા પદુકોણ હવે ટૂંક જ સમયમાં બાળકને જન્મ આપશે અને રણવીર સિંહ અને દીપિકા પદુકોણ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સાથે જ તેઓ પોતાના જીવનનું મહત્વપૂર્ણ અધ્યાય ની શરૂઆત કરશે. હાલમાં જ દીપિકા પાદુકાણે પોતાની ગર્ભ અવસ્થાની સફરને વધારે સુખી અને આનંદમય બનાવવા માટે સુંદર મજાનું ફોટોશૂટ કરાવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચારેકોર ધમાલ મચી ગઈ હતી. આ તસવીરોએ માતા-પિતા બનવાની ખુશીમાં વધારે રંગ ઉમેર્યો હતો. એમાં માતૃત્વ અને પિતૃત્વનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં પ્રેગ્નન્સી બમ્પ સાથે દીપિકા પદુકોણને અલગ અલગ અંદાજમાં પોઝ આપી રણવીર સિંહ સાથે ફોટો શૂટ કરાવ્યું છે. આ તસવીરોની શરૂઆત દીપિકાના સ્ટાઇલિશ અંદાજથી શરૂ થાય છે.જેમાં નાજુક લેસી બ્રા અને હળવી કાર્ડિગન સાથે જોડાયેલી મમ્મી જીન્સ દર્શાવવામાં આવે છે. આ કેઝ્યુઅલ એન્સેમ્બલ દીપિકાની સહજ સુંદરતા અને આ ખાસ સમય દરમિયાન તેને હાઇલાઇટ કરે છે.

બીજી તસવીરોમાં દીપિકા આકર્ષક કાળા પેન્ટસૂટમાં અનોખા અંદાજમાં જોવા મળી રહી છે.આ મિશ્રણ તેના ઉત્સાહ આકર્ષકતા અને સુંદરતામાં વધારો કરી રહી છે. બાળક પ્રત્યેના પ્રેમને લોકો સમક્ષ ઉત્તમ રીતે રજૂ કરતી આ તસ્વીર લોકોને ખૂબ જ પસંદ આવી હતી.આ બાદ તે મેક્સી ડ્રેસ પહેરે છે.આ તસવીરમાં દીપિકા પોતાની ગર્ભવસ્થાને વધારે સુંદર અને ઉત્સાહમય બનાવતી જોવા મળે છે.

ચોથી તસવીરમાં દીપિકાએ આકર્ષક બ્લેક,સી-થ્રુ બોડીકોન ડ્રેસ પસંદ કર્યો હતો.આ બોલ્ડ તસવીર તેમના પતિ રણવીર સિંહ સાથેના પ્રેમને મજબૂત બનાવે છે. રણવીર સિંહ અને દીપિકા પદુકોણ પોતાના પ્રેમજીવનમાં નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. એક સાથે બંને પોઝ આપી પ્રેમ પ્રકરણમાં નવી શરૂઆતનો અંદાજ લોકો સમક્ષ રજૂ કર્યો હતો. આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના ચાહકોએ નવા બાળકના આગમન માટે શુભકામના શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા અને તમામ લોકોએ પોતાની આતુરતા અને ઉત્સાહ લોકો સમક્ષ ઉત્તમ રીતે વ્યક્ત કર્યો હતો.

આપને જણાવી દઈએ કે 29 ફેબ્રુઆરી 2024 ના રોજ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પ્રેગ્નન્સી ના સમાચાર સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ત્યારબાદ હવે ગણતરીના દિવસોમાં જ દીપિકા પદુકોણ બાળકને જન્મ આપે માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. રણવીર સિંહ અને દીપિકા પદુકોણ 2019 માં લગ્નના પવિત્ર બંધનના બંધાઇ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ બાદ હવે નવા બાળકના આગમનથી પ્રેમ પ્રકરણમાં પોતાના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *