કેટલાક સમયથી લોકો દિલ્હી મેટ્રોમાં વિચિત્ર વીડિયો બનાવવા અંગે વાત કરી રહ્યા છે. દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે લોકો ફેમસ થવા માટે રીલ બનાવતા હોય છે. જે ખૂબ વાયરલ પણ થાય છે. જોકે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આવા લોકો માટે ચેતવણી પણ આપી છે. પરંતુ, લોકો પર ચેતવણીની કોઈ અસર થઈ ન હતી.
હાલમાં ફરીવાર એક યુવકનો મેટ્રોની અંદર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક યુવક ગળામાં દુપટ્ટો બાંધીને કોઈપણ ડર વગર મેટ્રોની અંદર ડાન્સ કરતો જોવા મળે છે.
View this post on Instagram
આ યુવક માધુરી દીક્ષિતના ફેમસ ગીત “ચોલી કે પીછે ક્યા હૈ” પર ડાન્સ કરતો જોવા મળે છે. એક યુવક મેટ્રોની વચ્ચે ઊભો રહીને ડાન્સ કરે છે. મેટ્રોમાં મુસાફરી કરતા લોકો છોકરાને મેટ્રોમાં ડાન્સ કરતા જોઈ રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, દિલ્હી મેટ્રોનો આ પહેલો વીડિયો નથી જે વાયરલ થયો છે. આ પહેલા પણ મેટ્રોમાં મુસાફરી કરતી વખતે લોકો વિચિત્ર કામ કરતા હોવાના વીડિયો વાયરલ થાય છે. આવા વીડિયોને રોકવા માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને અનેક ચેતવણીઓ પણ આપી હતી. પરંતુ, DMRCની ચેતવણીની લોકો પર કોઈ અસર ન થઈ હોય તેવું લાગી રહ્યું છે.