ટીવી સીરીયલમાં ભાભીજી તરીકે ઓળખાતી આ અભિનેત્રીની 46 વર્ષની ઉંમર હોવા છતાં હજુ નથી કર્યા લગ્ન, 15 વર્ષ પહેલા તોડી નાખી અને…

વાઇરલ

ટીવી શોમાં ધૂમ મચાવનારી અભિનેત્રી 46 વર્ષની ઉંમર હોવા છતાં પણ હજુ સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. જી હા મિત્રો આ વાત સાંભળી તમને પણ નવાઈ લાગી હશે પરંતુ આ વાત સત્ય છે. અભિનેત્રીએ અનેક સિરિયલો, રિયાલિટી શો માં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ ભાભીજી ઘર પર હે ની સીરીયલ ની અભિનેત્રી શિલ્પા સિંદેની છે. શિલ્પા ને તેમના ચાહકો ભાભીજી તરીકે ઓળખે છે. પરંતુ તમે નહીં જાણતા હોય કે આ અભિનેત્રી આટલી ફેમસ હોવા છતાં પણ હજુ સુધી સિંગલ છે. આપને જણાવી દઈએ કે ભાભીજી ઘર પર હે ની સિરીયલ માં શિલ્પા એ અંગુરી ભાભી નો અભિનય કર્યો હતો. આ સીરીયલ માં અભિનયથી શિલ્પા એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા આ કારણથી જ સીરીયલ દરેક લોકોની વચ્ચે લોકપ્રિય બની હતી.

પરંતુ અભિનેત્રી ની ઉમર 46 વર્ષની છે છતાં પણ કોઈ સાથે પ્રેમ સંબંધ હજુ સુધી બાંધ્યો નથી આપ સૌ લોકો જાણતા હશો કે ભાભીજી ઘર પર હે ની સિરીયલ માં તમામ લોકો અંગુરી ભાભીના દીવાના હતા પરંતુ રિયલ લાઇફમાં હજુ સુધી પ્રેમ સંબંધની ઝલક પણ અભિનેત્રીના જીવનમાં જોવા મળી નથી. શિલ્પા એ પોતાના અભિનયથી ખૂબ જ પ્રસિધ્ધિ મેળવી છે આ કારણથી જ તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. આજે અભિનેત્રીએ ટીવી સીરીયલ ની દુનિયામાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સફળ અભિનેત્રી તરીકેની છાપ લોકોની વચ્ચે છોડી છે.

શિલ્પા આજે ભલે સિંગલ રહી પરંતુ એકવાર તે પ્રેમમાં પડી ચૂકી છે પરંતુ તેમાં તે નિષ્ફળ રહી હતી. ખતરો કે ખિલાડી 14 મી સીઝનમાં બહાર થયા બાદ શિલ્પા ફરી એકવાર લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની હતી અને આ સમાચાર ચારેકોર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

એક સમયે શિલ્પા તેના કો સ્ટારના પ્રેમમાં પડી હતી. ટીવી સીરીયલ માયકામાં શિલ્પા ની મુલાકાત ટીવી સિરિયલ ના કોસ્ટાર રોમિત રાજ સાથે થઈ હતી આ બાદ ધીમે ધીમે એકબીજા સાથે મિત્રતાના સંબંધમાં બંધાયા બાદ થોડા સમયમાં એકબીજાના પ્રેમના પવિત્ર બંધનમાં બંધાયા. આબાદ પોતાના સંબંધને એક નવું સ્વરૂપ આપવા માટે વર્ષ 2009માં એકબીજા સાથે સગાઈ કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી. પરંતુ જ્યારે લગ્ન માટે ગણતરીના દિવસો બાકી હતા ત્યારે શિલ્પા એ અચાનક જ સગાઈ તોડી તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ શિલ્પા ના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. શિલ્પા એ આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે તે હજુ યુવાન હતી. આ કારણે તેણે સગાઈ તોડવાનો નિર્ણય કર્યો છે. અભિનેત્રી આ બાબત પર વધુ જણાવતા કહ્યું કે તે લગ્ન પર વિશ્વાસ કરતી નથી અને કદાચ ભવિષ્યમાં કોઈ સાથે પ્રેમમાં પડે તો તેને સંબંધનું નામ આપી શકશે નહીં. આ પછી લાંબા સમય બાદ શિલ્પા ના પ્રેમી રોમિત રાજે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે સગાઈ તૂટ્યાના 15 વર્ષ થયા છે પરંતુ અમે હજુ સુધી એકબીજાને મળ્યા નથી પરંતુ ભગવાન જે કરે તે આપણા માટે અને સારા માટે જ કરે છે આથી હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *