સુરતના ઇચ્છાપોરમાં ડાયમંડ બુર્સની ભૂગર્ભ પાણીની ટાંકીમાં પડી જતાં એક યુવકનું મોત થયું હતું. જાણવા મળ્યું છે કે, સ્લીપ થઈને પાણીની ટાંકીમાં પડેલા મૃતદેહને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું છે. જ્યારે યુવકના મોતના પગલે બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
47 વર્ષીય કિરીટ જરીવાલા ગોપીપુરાના શૈતાન ફળિયામાં બે પુત્રો અને પત્ની સાથે રહેતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ઈચ્છાપુરના ડાયમંડ બુર્સ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના જાળવણી સહાયક તરીકે કામ કર્યું. આજે સવારે નોકરી પર ગયા બાદ બપોરે મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
ડાયમંડ બુર્સમાં ભૂગર્ભમાં કામ કરતી વખતે કિરીટ જરીવાલા પાઇપ ઉપાડવા ગયો હતો. આ દરમિયાન, કિરીટભાઈનો અકસ્માતે પગ લપસી જતાં ટાંકીની અંદર પડી ગયા હતા. કિરીટભાઈ 15 થી 20 ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં ડૂબી ગયા હતા. તેની ચીસો સાંભળીને સાથી કર્મચારીઓ તેની મદદ કરવા દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે ડાયમંડ બુર્સમાં બની હતી. કિરીટભાઈ અચાનક પગ લપસી જતાં પાણીની ટાંકીમાં પડી ગયા હતા. સાથી કાર્યકરો દ્વારા તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કિરીટભાઈને બહાર કાઢીને 108 સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.