આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં નાગપુરમાં ચા વેચતો ડોલી રાતોરાત જ ફેમસ થઈ ગયો હતો અને તેને તમામ જગ્યાએથી લોકપ્રિયતા મળવા લાગી હતી માત્ર એટલું જ નહીં પરંતુ સામાન્ય ચા વેચનાર વ્યક્તિ આજે એક સેલિબ્રિટી કરતા પણ વધારે બની ગયો હતો અને દેશ વિદેશમાં તેની બોલબાલા થવા લાગી હતી. માઈક્રોસોફ્ટ કંપનીના ફાઉન્ડર અને માલિક બિલ ગેટ્સ નાગપુરના ડોલી ચાય વાલાને ત્યાં ચા પીવા માટે આવ્યા હતા બસ ત્યાંથી જ ડોલી ચાય વાલાની પ્રગતિની શરૂઆત થઈ હતી. ધીમે ધીમે લોકપ્રિયતા વધતા આજે ડોલી ચાઈ વાલા એક સેલિબ્રિટી બની ગયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફૂડ વલોગર એ ખુલાસો કર્યો છે કે ડોલી ચાય વાલા એક ઇવેન્ટના કેટલા રૂપિયા ડિમાન્ડ કરે છે. જેની પાછળનો ખર્ચ જાણી તમારા પણ હોશ ઉડી જશે.
હકીકતમાં કુવેતનો એક ફૂડ બ્લોગર તેના સ્થાને ડોલી ચાય વાલાને આમંત્રિત કરવા માંગતો હતો પરંતુ તેમની પાછળનો ખર્ચ જાણી તેમને પણ ખૂબ જ નવાઈ લાગી હતી. આ વાતનો ખુલાસો કરતા તેને જણાવ્યું હતું કે મેં ડોલી ચાય વાલાને ફોન કર્યો હતો કારણ કે હું તેને કુવેતમાં આમંત્રિત કરવા માંગતો હતો. પરંતુ આ માણસની એટલી માંગણી વધી ગઈ છે કે હું મારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવવા લાગ્યો હતો. ડોલી ચાય વાલા હકીકતમાં એક ઇવેન્ટ માટે 2,000 દીનાર એટલે કે પાંચ લાખ કરતા પણ વધારે રૂપિયા ની ડિમાન્ડ કરે છે. તેથી કહી શકાય કે ડોલી ચાય વાલા આજના સમયમાં કોઈ સેલિબ્રિટીથી કમ રહ્યો નથી.
View this post on Instagram
માત્ર વાત આ ખર્ચ દેવાથી પૂર્ણ નથી થતી પરંતુ ડોલી ચાય વાલાની સાથે બે ત્રણ માણસ આવશે જેને ફોર સ્ટાર ફાઇસટાર અથવા સેવન સ્ટાર હોટલ પણ રહેવા માટે આપવી પડશે. આબા તેણે વધુ જણાવતા કહ્યું કે ડોલી ચાય વાલા ને આમંત્રિત કરવા માટે મારે તેમના મેનેજર સાથે વાત કરવી પડી ડોલી ચાય વાલા કોઈ સાથે વાત કરતો નથી. આ વીડિયોને અત્યાર સુધી બે લાખ કરતા વધારે લોકોએ જોયો છે. એમાં તમામ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે.
આ વિડીયો જોતા એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે ખરેખર ડોલી ચાય વાલા ખુબ મોંઘો થઈ ગયો છે તે એક સેલિબ્રિટી છે જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ચા કરતા કીટલી ગરમ તો ઘણા ખરા લોકો આ ખર્ચને માનવા માટે તૈયાર ન હતા પરંતુ આ ખુલાસો કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી રહ્યો છે. આજે ડોલી ચાય વાલા સામાન્ય માણસ નહીં પરંતુ એક સેલિબ્રિટી બની દેશ દુનિયામાં ફરી પ્રગતિ કરી રહ્યો છે.