“ગીતાબેન રબારી”એ યુકેમાં ચણિયાચોળી પહેરી કરાવ્યું સુંદર ફોટોશૂટ, ચાહકોએ મનભરીને કર્યા વખાણ

વાઇરલ

સંગીત ક્ષેત્રમાં ગુજરાતનું ગર્વ અને સમગ્ર વિશ્વમાં કચ્છી કોયલ તરીકે પોતાની એક અલગ અલગ ઊભી કરનાર ગીતાબેન રબારી હાલમાં વિદેશના અલગ અલગ શહેરોમાં રાસ ગરબા અને સંગીતની ધૂમ મચાવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ગીતાબેન રબારીને માત્ર ગુજરાત અને ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી માન સન્માન સાત સહકાર મળી રહ્યું છે આ કારણથી અંદાજો લગાવી શકાય કે આજે ગીતાબેન રબારીના ચાહકો સમગ્ર વિશ્વમાં છવાયેલા છે અને તેમના દરેક ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

ગીતાબેન રબારીએ આ પહેલા ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા જેવા અલગ અલગ દેશોમાં રાસ ગરબાની ધૂમ મચાવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ અને વિદેશમાં રહેતા લોકો એ રાસ ગરબા ની રમઝટ જમાવી હતી. આજે ભલે ગુજરાતી લોકો વિદેશના અલગ અલગ દેશોમાં વસ્યા છે છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કારો પરંપરા અને સરળતા ને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ ગુજરાતના સૌથી વધારે કલાકારો વિદેશના કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે.જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી નો પણ સમાવેશ થાય છે.

હાલમાં ગીતાબેન રબારી કેનેડાની વિદેશ ધરતીમાં રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે. પરંતુ હાલમાં ગીતાબેન રબારીએ યુકેમાં કરાવેલા ફોટોશૂટની તસવીરો શેર કરી ફરીથી જૂની યાદોને તાજા કરી હતી આપને જણાવી દઈએ કે યુકે ની વિદેશ ધરતીમાં ગીતાબેન રબારી નું ગુજરાત વાસી તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા રાસ ગરબાની ધૂમ મચાવી હતી જેમાં ગીતાબેન રબારી ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં જોવા મળ્યા હતા સંગીત ક્ષેત્રમાં આટલા સફળ સિંગર હોવા છતાં પણ ગીતાબેન રબારી પોતાના સંસ્કૃતિ અને સંસ્કારોને હંમેશા સાથે રાખે છે તેઓ કોઇ પણ કાર્યક્રમમાં સંપૂર્ણ ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં જોવા મળતા હોય છે તેમની સાદગીને કારણે જ આજે તેઓ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

હાલમાં વાયરલ થયેલી તસ્વીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારી ચણિયાચોળીના પહેરવેશ સાથે સુંદર ફોટોશૂટ કરાવી અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે આ તમામ તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી તમામ લોકોએ કોમેન્ટના માધ્યમથી ગીતાબેન રબારી ની સુંદરતા અને સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા સાથે સાથે આવનારા કેનેડાના કાર્યક્રમ માટે પણ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તસવીરો શેર કરતા ગીતાબેન રબારી એ પોતાના કેપ્શન માં લખ્યું હતું કે થેન્ક્યુ યુ.કે એટલે કે યુકેમાં રહેતા તમામ લોકોનો ખુબ ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *