સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં કચ્છી કોયલ તરીકે જાણીતા સંગીતકાર ગીતાબેન રબારી હાલમાં વિદેશની ધરતીમાં ધૂમ મચાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કેનેડામાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી ના સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગીતાબેન રબારી કેનેડાના અલગ અલગ શહેરોમાં રાસ ગરબા ની ધૂમ મચાવી રહ્યા છે. તમામ ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા ખૂબ જ મોટી સંખ્યામાં રાસ ગરબા ના કાર્યક્રમમાં ગુજરાતવાસીઓ સહિત કેનેડાના રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ જમાવી હતી.
કેનેડાની વિદેશ ધરતીમાં ગીતાબેન રબારી ના લોકપ્રિય ગીતો ચારે તરફ ગુંજીયા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગીતાબેન રબારી ના ચાહકો આજે માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે આ કારણથી જ ગીતાબેન રબારી ના મોટેભાગ ના કાર્યક્રમો વિદેશની ધરતીમાં પણ જોવા મળે છે આ સાથે તેઓ અનેક તસવીરો વિડીયો અને પોતાનું પર્સનલ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે હાલમાં જ ગીતાબેન રબારી ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં ચાહકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી હતી.
View this post on Instagram
ગીતાબેન રબારી સંગીત ક્ષેત્રમાં વિશ્વમાં પણ સફળતાના શિખરો પ્રાપ્ત કરવા છતાં પણ આજે પોતાના સંસ્કારો સંસ્કૃતિ સાદગી અને સરળતા ને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ આજે તેઓ તમામ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. વાયરલ થયેલા ફોટોશૂટ માં આપ જોઈ શકો છો કે ગીતાબેન રબારી રંગબેરંગે ચણિયાચોળીમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે. ચણીયા ચોળી માં જાંબલી બ્રાઉન લાલ જેવા કલરનું મિશ્રણ કરવામાં આવ્યું હતું જેથી તેમની સુંદરતામાં પણ વધારો થયો હતો.
આ પહેલા ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયા જર્મની યુકે કતાર જેવા દેશોમાં પણ રાસ ગરબાની ધૂમ મચાવી હતી. આ બાદ હવે ફરીવાર કેનેડામાં રહેતા ગુજરાતવાસીઓને રાસ ગરબાની રમઝટ કરાવી રહ્યા છે.આપને જણાવી દઈએ કે ગીતાબેન રબારી પ્રથમ વાર કેનેડાની ધરતીમાં રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેની માટે તમામ લોકો પોતાની આતુરતા અને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. એક સપ્ટેમ્બર 2024 ના રોજ ગીતાબેન રબારી કેનેડાના ટોરંટો શહેરમાં હાજરી આપશે. આ સમાચાર પણ એમને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી લોકોને આપ્યા હતા અને તમામ ગુજરાતવાસી અને કેનેડાના રહેવાસીઓને રાસ ગરબામાં વધારવા માટે ભાવભર્યુ આમંત્રણ પણ પાઠવ્યું હતું.