આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી થોડા સમય પહેલા જ પોતાના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા હતા ગીતાબેન રબારી નો આ વિદેશ પ્રવાસ ખૂબ જ યાદગાર બની ગયો હતો કારણ કે વિદેશની ધરતીમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતાબેન રબારી એ પણ રાસ ગરબાની ધૂમ મચાવી તમામ ગુજરાતીઓને મોજ કરાવી દીધી હતી. આજના સમયમાં ગીતાબેન રબારી સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે. આ સાથે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે અને અવારનવાર પર્સનલ ફોટોશૂટ તથા સંગીત કાર્યક્રમની અનેક તસવીરો શેર કરતા હોય છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર જોવા મળે છે.
હાલમાં જ ગીતાબેન રબારીએ ભાઈ બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધનના તહેવારની ખૂબ જ ભવ્ય ઉજવણી કરી હતી જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે તમામ લોકોએ ગીતાબેન રબારી અને રક્ષાબંધન પર્વ નિમિત્તે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ગીતાબેન રબારીએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ભાઈએ પણ ગીતાબેન રબારીને જીવનભર રક્ષા કરવાનું વચન આપી તેઓ સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી દેશ-દુનિયામાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ તહેવારોમાં ગીતાબેન રબારી પોતાના ભાઈ સાથે ખૂબ જ આનંદમય જોવા મળે છે.
View this post on Instagram
રક્ષાબંધન પર્વના ખાસ તહેવાર નિમિત્તે ગીતાબેન રબારીએ સિમ્પલ ડ્રેસ પસંદ કર્યો હતો તેઓ હંમેશાં પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા ધર્મ પરંપરા સાથે જોડાયેલા રહે છે વિદેશની ધરતીમાં કાર્યક્રમ હોવા છતાં પણ તેઓ ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આ જ કરણથી આજે ગીતાબેન રબારી લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. આ તસવીરો શેર કરતા ગીતાબેન રબારી એ તમામ લોકોને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવતા લખ્યું હતું કે હેપી રક્ષા બંધન. આ તમામ તસવીરોને લાખોની સંખ્યામાં લાઇક પણ મળી ચૂકી છે. ગીતાબેન રબારી ના કાર્યક્રમની વાત કરીએ તો થોડા સમય પહેલા રાજસ્થાનના ઉદયપુર શહેરમાં ગીતાબેન રબારીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
અત્યાર સુધી ગીતાબેન રબારી અમેરિકા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા યુકે કતાર જેવા દેશોમાં કાર્યક્રમ કરી ચૂક્યા છે.જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ જોવા મળ્યા હતા અને તમામ લોકોએ ગીતાબેન રબારી ના સુર ના તાલે રાસ ગરબાની મજા માણી હતી. આ માહોલ વચ્ચે ગીતાબેન રબારીના અનેક ફોટોશૂટ ની તસ્વીરો પણ સામે આવી હતી જે ચાહકોની ખૂબ જ પસંદ આવી રહી છે.