સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં કચ્છી કોયલ તરીકે જાણીતા અને સંગીત ક્ષેત્રમાં પ્રગતિના તમામ શિખરો પ્રાપ્ત કરી પોતાની એક અલગ અને નામના ઉભી કરનાર ગીતાબેન રબારી હાલ દેશ-વિદેશમાં આયોજિત થયેલા રાસ ગરબામાં ધૂમ મચાવી રહ્યા છે આજે ગીતાબેન રબારી ની ઓળખ અને નામના માત્ર ગુજરાત અને ભારત પૂરતી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. હાલમાં ગીતાબેન રબારી કેનેડાના ટોરંટો શહેરમાં આયોજિત થયેલા રાસ ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ગુજરાતવાસીઓને મન મૂકીને ગરબે જુમાવ્યા હતા. જેની અનેક તસવીરો અને વિડીયોમાં ગીતાબેન રબારી એ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે તે સાથે સાથે વિદેશ પ્રવાસ અને રાસ ગરબા ના કાર્યક્રમની સફળતા માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આપને જણાવી દઈએ કે આજે ભલે ગુજરાતવાસીઓ વિદેશના ખૂણે ખૂણે વસી ગયા છે પરંતુ છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ સરળતા ગુજરાતી પરંપરા અને રીતરિવાજોને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ અવારનવાર ગુજરાતવાસીઓ વિદેશની ધરતીમાં રાસ ગરબા ના કાર્યક્રમો આયોજિત કરતા હોય છે ગીતાબેન રબારી નું ગુજરાતી લોકો તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાબેન રબારી એ તમામ લોકોનો આભાર સત્કાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે કેનેડામાં આવેલ ટોરન્ટો શહેર કેનેડાનું મુખ્ય શહેર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સૌથી વધુ ગુજરાતી લોકો વસે છે આજે શહેરમાં ગીતાબેન રબારી એ રાસ ગરબા ની ધૂમ મચાવી તમામ લોકોને મોજ કરાવી દીધી હતી.
View this post on Instagram
રાસ ગરબા આયોજિત થયેલા સ્થળ જાણે કોઈ ગુજરાતનું શહેર હોય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ગીતાબેન રબારી પણ ગુજરાતવાસીઓને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ આ કાર્યક્રમ પણ ખુબ જ ખાસ અને લોકોની વચ્ચે યાદગાર બની ગયો હતો ગીતાબેન રબારી આ કાર્યક્રમમાં સંપૂર્ણ ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં જોવા મળ્યા હતા તથા ચારે તરફ ગીતાબેન રબારી ના લોકપ્રિય ગીતો સાંભળવા મળ્યા હતા. સાથે સાથે કેનેડાના રહેવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે ભારતીય સંસ્કૃતિ સંસ્કારો પરંપરા સમગ્ર વિશ્વમાં ઉજાગર થતી જોવા મળે છે જેમાં ગુજરાતી કલાકારોએ પોતાનો અગ્રિમ ફાળો આપી તેને આગળ વધારવામાં મદદરૂપ થયા છે જેમાં ગીતાબેન રબારી નું નામ પણ આજે સામેલ થઈ ગયું છે.
સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ ગીતાબેન રબારી પોતાનું જીવન સાદગી પૂર્વક જ વિતાવે છે તથા દરેક કાર્યક્રમમાં ભારતીય પરંપરાગતમાં જોવા મળે છે આ કારણથી જ આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે આ પહેલા પણ ગીતાબેન રબારીએ ઓસ્ટ્રેલિયા યુકે જર્મની કતાર જેવા દેશોમાં રાસ ગરબામાં ધૂમ મચાવી હતી. આ બાદ હવે કેનેડાના અલગ અલગ શહેરોમાં આયોજિત થયેલા રાસ ગરબામાં ઉપસ્થિત રહી તમામ લોકોને મોજ કરાવવા માટે જઈ રહ્યા છે.