સમગ્ર ગુજરાતમાં સંગીત ક્ષેત્રનું ગૌરવ તરીકે જાણીતા ગીતાબેન રબારી હાલમાં દેશ-વિદેશમાં રાસ ગરબા અને લોકસંગીતની ધૂમ મચાવી રહ્યા છે આજે માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વાગી રહ્યો છે જેમાં ગુજરાતના અનેક કલાકારોએ પોતાના ગ્રીન ફાળો આપ્યો આજે માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વાગી રહ્યો છે જેમાં ગુજરાતના અનેક કલાકારોએ પોતાનો અગ્રીમ ફાળો આપ્યો છે.
આ યાદીમાં ગીતાબેન રબારી નું નામ પણ સામેલ થઈ ગયું છે. આ પહેલા ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયા યુકે અમેરિકા કતાર જર્મની જેવા દેશોમાં રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા વિદેશની ધરતીમાં ચારે તરફ ગીતાબેન રબારી ના લોકપ્રિય ગીતો એ રમઝટ જમાવી હતી.
આજે ભલે ગુજરાતના લોકો વિદેશના ખૂણે ખૂણે વસી ગયા છે પરંતુ છતાં પણ તેઓ હંમેશા ગુજરાતી સંસ્કૃતિ સંસ્કારો સભ્યતા અને સરળતાથી જોડાયેલા રહે છે અને અવારનવાર આવા અનેક ભવ્ય અને શાનદાર રીતે રાસ ગરબાના કાર્યક્રમો આયોજિત કરતા હોય છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગીતાબેન રબારી અવારનવાર અનેક રાસ ગરબા ના કાર્યક્રમ ના વિડીયો અને અપડેટ સોશિયલ મીડિયામાં શેર કરતાં હોય છે તો ઘણીવાર પોતાના પર્સનલ ફોટોશૂટની તસવીરો પણ લોકો સમક્ષ શેર કરતા હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.હાલમાં ગીતાબેન રબારીએ કેનેડામાં વસતા ગુજરાતવાસીઓને ખુશીના સમાચાર વિડિયોના માધ્યમ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રસ્તુત કર્યા હતા.
આ વીડિયોમાં ગીતાબેન રબારી એ જણાવ્યું હતું કે હેલ્લો ટોરેન્ટો હું છું ગીતાબેન રબારી હું આવી રહી છું. તમારી સિટીમાં તમને સૌ લોકોને ગરબાની રમઝટ કરાવવા માટે આપણે સૌ લોકો સાથે મળીને ગરબા ની ધૂમ મચાવશું અને માતાજીની આરાધના કરીશું. આપ સૌ લોકો જલ્દીથી આવજો. હું તમને મળવા માટે ખૂબ જ આતુર છું. મારા વિઝા થઈ ગયા છે હું આજે સાંજે જ તમને બધાને મળવા માટે આવું છું તો આપણે સૌ લોકો મળીએ. ગીતાબેન રબારીએ આ વીડિયોના માધ્યમથી કેનેડામાં વસતા તમામ ગુજરાતવાસીઓને ભાવભર્યું રાસ ગરબા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
View this post on Instagram
ગીતાબેન રબારી સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કારો સરળતાથી સભ્યતા હંમેશા પોતાની સાથે રાખે છે અને વિદેશના કાર્યક્રમમાં પણ સંપૂર્ણ ભારતીય પરંપરાગત ચનયાચોળીમાં જોવા મળે છે આ સાદગીને કારણે જ આજે ગીતાબેન રબારી માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા લોકોની વચ્ચે એક અલગ નામના અને ઓળખ ઊભી કરી છે.
કેનેડામાં વસતા તમામ ગુજરાતવાસીઓએ ગીતાબેન રબારી ના આ કાર્યક્રમ માટે પોતાનો ઉત્સાહ અને આતુરતા વ્યક્ત કર્યો હતો અને ગીતાબેન રબારી નું સ્વાગત કરવા માટે તેઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે કેનેડામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ વસવાટ કરે છે આ કારણથી જ ગીતાબેન રબારી નો આ કાર્યક્રમ લોકો માટે અને ગુજરાતીઓ માટે ખૂબ જ યાદગાર બની રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં તમામ લોકોએ ગીતાબેન રબારીને વિદેશ પ્રવાસ માટે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા કેનેડામાં વસતા ગુજરાતવાસીઓએ મીઠો આવકાર આપ્યો હતો.