કરંટ લાગતા પાણીમાં તરફડી રહેલ બાળકનો વૃદ્ધ વ્યક્તિએ બચાવ્યો જીવ, અહી જુઓ ઘટનાનો Video

સમાચાર

હાલમાં ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરસાદના કારણે ભરાયેલા પાણીમાં એક બાળક પાણીમાં પડી ગયું હતું જે પાણીમાંથી કરંટ પસાર થઈ રહ્યો હતો. જે કારણે તે તરફડિયાં મારવા લાગ્યો હતો. આ દરમિયાન, એક વૃદ્ધ દ્વારા હિંમત બતાવી બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે હાજર અન્ય લોકો માત્ર દર્શક બનીને ઉભા જ રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સામે આવી રહ્યો છે. લોકો આ વૃદ્ધના વખાણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ મામલો વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનના હબીબપુરા વિસ્તારનો છે.

વિડિયોમાં જોવા મળે છે કે, વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે. તે જગ્યાએ ઈલેક્ટ્રીક પોલ પણ પડ્યો હતો. આ પોલના કારણે પાણીમાં કરંટ ઉતરી આવ્યો હતો.  ત્યાં ઉભેલા એક બાળકને કરંટ લગતા તે પાણીમાં પટકાયો હતો. આ દરમિયાન, રસ્તા પરથી મુસાફરોને લઈને એક ઈ-રિક્ષા પસાર થઈ રહી હતી. બાળકને કરંટના કારણે તરફડિયાં મારતો જોઈ રિક્ષા ત્યાં ઊભી રહી હતી.

બાળકને પાણીમાં તરફડિયાં મારતો જોઈ ત્યાં ઉભેલા એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા અને તેને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પરંતુ, તેમને પણ કરંટ લાગ્યો અને તે પાછળ હટી ગયા હતા. આ દરમિયાન, એક અન્ય વૃદ્ધ વ્યક્તિ દ્વારા રસ્તા પર ટ્રાફિક રોકવા માટે હાથ બતાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ વૃદ્ધ વ્યક્તિએ એક વ્યક્તિ પાસેથી દંડો માંગ્યો અને ફરી બાળકને દંડા વડે બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. વૃદ્ધ દ્વારા દંડો બાળક તરફ લંબાવ્યો અને બાળકે હાથથી તેને પકડી લીધો હતો. વૃદ્ધે બાળકને પોતાની તરફ ખેંચ્યો જેથી તે બાળકનો જીવ બચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *