દેવોના દેવ મહાદેવનો પ્રિય માસ એટલે પવિત્ર શ્રાવણ મહિનો આ મહિનામાં તમામ લોકો મહાદેવની વિશિષ્ટ પૂજા કરી તેમને પ્રસન્ન કરતા હોય છે. માત્ર એટલું જ નહીં પરંતુ ભારતના તમામ મંદિરોમાં ખૂબ જ ભવ્ય રીતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે તથા દરેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભગવાન મહાદેવ તમામ ભક્તો પર આશીર્વાદ નો વરસાદ વરસાવી તેમની દરેક મનોકામના પૂર્ણ કરતા હોય છે.
આ પવિત્ર શ્રાવણ મા નિમિત્તે ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે શિવરાત્રી અને પવિત્ર શ્રાવણ માસના તહેવાર નિમિત્તે સોમનાથ મંદિરમાં ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. સમગ્ર મંદિરને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવે છે તથા શિવલિંગને પણ દરરોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે દેશ વિદેશથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પધારતા હોય છે આ માહોલ વચ્ચે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ મંદિર પહોંચી હતી જેની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મોનલ ગજ્જર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની સફળ અભિનેત્રી રહી ચૂકી છે.
અભિનેત્રીએ સોમનાથ મંદિરના સાનિધ્યમાં પોતાના અનુભવો સોશિયલ મીડિયામાં રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જય સોમનાથ હું છું મોનલ ગજ્જર અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને સોમવારે મને દાદાને ધજા ચડાવવા મળે આથી વિશિષ્ટ બીજું મારા માટે શું હોઈ શકે હું સમગ્ર સોમનાથ ટ્રસ્ટી મંડળ અને ટીમનો તથા પરિવારનો આભાર વ્યક્ત કરું છું કે આટલી સુંદર વ્યવસ્થા રાખી છે તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રાખી અહીં આવતા હોય છે. આપે તમામ ભક્તો માટે ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા કરેલી છે.
View this post on Instagram
મારા માટે સોમનાથ વેરાવળ હવે મારું ઘર છે. મને અહીંયા આવવાનો ભગવાન મહાદેવની કૃપાથી અનેકવાર અવસર પ્રાપ્ત થયો છે. પરંતુ શ્રાવણ મહિનામાં અહીંયા આવું મારા માટે સૌભાગ્ય છે. અને આ માત્ર પ્રભુને ઈચ્છા હોય તો જ શક્ય બને છે. ખરેખર એમની જ કૃપા રહેલી છે અને આજે તેમના જ આંગણામાં હું ઉભી છું. આપ સૌ લોકોનો ફરીવાર ખુબ ખુબ આભાર. અભિનેત્રીએ ભગવાન મહાદેવ અને સોમનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી મંદિરના સાનિધ્યમાં ઊભા રહી પોતાનો ભાવ રજૂ કર્યો હતો. આ પરથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલી અભિનેત્રી મોનલ ગજ્જર દાદા સોમનાથ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે.
મોનલ ગજ્જર અવારનવાર અનેકવાર સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવતી હોય છે પરંતુ શ્રાવણ માસ નિમિત્તે મોનલ ગજરે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. ખરેખર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ દાદાના દર્શન ભાગ્યશાળી વ્યક્તિ જ કરી શકે છે. આ તસવીરો વિડીયો અને મોનલ ગજ્જરના અનુભવો સોશિયલ મીડિયામાં રજૂ થતા ની સાથે જ તમામ લોકોએ તેમના સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા. આ સાથે જ સોમનાથ મંદિર આવવાની ઈચ્છા પણ તેમના ચાહકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.