ગુજરાતી સંગીતકાર કાજલ મેહેરીયા હંમેશા સોશિયલ મીડિયા અને માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ કાજલ મહેરીયા ના ગીતો પણ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે થોડા સમય પહેલા જ વિદેશના યુવક સાથે કાજલ મહેરીયા ગુજરાતી ગીતની રમઝટ જમાવી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ કારણથી કહી શકાય કે કાજલ મહેરીયા ના ગીતો થી વિદેશના લોકો પણ દીવાના બની ગયા છે.
કાજલ મહેરિયા નો અવાજ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. કાજલ મહેરીયા પોતાના કાર્યક્રમ સાથે સાથે ફેશન સ્ટાઈલમાં પણ હંમેશા આગળ રહે છે આ કારણથી જ ચાહકો તેમને વધારે પસંદ કરે છે પ્રેમી પંખીડા ના ગીતો કાજલ મહેરીયા મોટેભાગે ગાવાનું પસંદ કરે છે. કાજલ મહેરીયા પોતાના દરેક કાર્યક્રમમાં યુવાનો સહિત તમામ લોકોને પોતાના ગીતોથી મોજ કરાવતી હોય છે આ કારણથી જ તેઓના લોક ડાયરા અને ગીતો ખૂબ જ જાણીતા અને પ્રિય બન્યા છે.
View this post on Instagram
કાજલ મહેરીયા હવે ટૂંક જ સમયમાં પોતાનું નવું ગીત લોકોની વચ્ચે લાવવા જઈ રહી છે આ ગીત માટે તેમના ચાહકોએ આતુરતા અને ઉત્સાહ દર્શાવ્યો તો આપને જણાવી દઈએ કે કાજલ મહેરીયા ના દરેક ગીતો માત્ર ગુજરાત ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમ મચાવે છે. આ ગીત માટે કાજલ મહેરીયા એ પોતાના શૂટિંગ સેટ પરથી ભારતીય પરંપરાગત અને ગુજરાતી રીતરિવાજ મુજબ ચણિયાચોળીમાં ફોટોશૂટ કરાવ્યું હતું આ સાથે તેમણે કેપ્શન માં લખ્યું હતું કે ન્યુ સોંગ સુન એટલે કે હવે તેઓ ટૂંક જ સમયમાં નવું સોંગ લોકોની સમક્ષ લાવવા જઈ રહ્યા છે આ ગીતની સફળતા માટે તમામ લોકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ગીત હવે ટૂંક જ સમયમાં ચારેકોર ધૂમ મચાવશે. કાજલ મહેરીયા આ પોશાકમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે તમામ લોકોએ તેમની સુંદરતાના પણ મન ભરીને વખાણ કર્યા હતા.
આ તસવીરોને અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લાઈક મળી ચૂકી છે આ પહેલા પણ કાજલ મહેરીયા એ વરસાદના વાતાવરણ વચ્ચે પહેલી મોસમ નો વરસાદ ગીત લોકો સમક્ષ રજૂ કર્યો હતો જેમાં ખૂબ જ સુંદર રીતે પોતાના ભાવ અને પ્રેમ લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો આ ગીતને પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું તથા ખૂબ જ સુપરહિટ રહી હોતું ત્યારબાદ આ ગીતની સફળતા પછી હવે ફરીવાર કાજલ મહેરીયા નવું ગીત લાવવા જઈ રહ્યા છે.કાજલ મહેરીયા અવારનવાર પોતાના લોકપ્રિય ગીત અને આલ્બમ સોંગ થી ચાહકોને ખુશ કરે છે. આ સોંગ પણ સંગીત ક્ષેત્રમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે.