આજકાલ આત્મહત્યાના બનાવો ઘણા વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સમર આવ્યો છે. જેમાં અમદાવાદના નરોડામાં રહેતો કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા સ્ટુડન્ટ વિઝા પર ગયા વર્ષે લંડન ગયો હતો. તે છેલ્લે 10 ઓગસ્ટથી ગુમ હતો. તેથી તેના મિત્રો અને પરિચિતોએ તેને લંડનમાં શોધ્યો. આ દરમિયાન, તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસે મળી આવ્યો હતો. લાશ એટલી સડી ગઈ છે કે તેને ભારત લાવી શકાતી નથી. એટલા માટે તેમના અંતિમ સંસ્કાર લંડનમાં કરવામાં આવશે. કુશે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. જોકે, સાચું કારણ પોલીસની સંપૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે.
મળતી માહિતી મુજબ, કુશે છેલ્લે 10 ઓગસ્ટે લંડન બ્રિજ પરથી તેના મિત્રને ફોન કરીને ભારત પરત ફરવાની વાત કરી હતી. જે બાદ તે મળ્યો ન હતો. પરંતુ, જાણ ન થતાં વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકનું છેલ્લું ફોન લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. જે લંડન બ્રિજ નજીક હતું. આ સાથે સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા. આખરે 19 ઓગસ્ટના રોજ લંડન બ્રિજ પાસે કુશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પર કપડાં કુશના હતા. પરંતુ મોઢાનો ભાગ સડી ગયો હોવાથી મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, મૃતદેહ કુશ પટેલનો જ છે.
પ્રાથમિક દૃષ્ટિએ તેણે આત્મહત્યા કરી હોવાનું જણાય છે. જોકે, પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવશે. કુશ પટેલના અવસાનથી તેમના પરિવાર, રહેણાંક વિસ્તાર અને મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જાણવા મળ્યું છે કે, પરિવાર દ્વારા કુશને શોધવા માટે ગુજરાત સરકાર પાસે પણ મદદ માંગવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કુશને જે કોલેજમાં એડમિશન મળ્યું હતું ત્યાંથી તેને બે અઠવાડિયામાં ભારત પરત ફરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેને વર્ક પરમિટ મળી ન હતી. કુશના પરિવારમાં માતા-પિતા અને દાદી છે. મૃતદેહને લંડનથી ભારત પરત લાવવાનો ખર્ચ પણ લાખોમાં થાય તેમ હતો.
કુશ પટેલના મિત્ર સાથે કરેલી વાતચીત અનુસાર જાણવા મળ્યું હતું કે, તેના પરિવારમાં આર્થિક સંકડામણ પણ નહોતી. તેના પિતા દિવ્યાંગ છે. જ્યારે માતા-પિતા બંનેનું આંખનું ઓપરેશન કરાવવાનું છે. જણાવી દઈએ કે, લંડનમાં જ તેના વિસ્તારના રહેતા લોકોની ઉપસ્થિતમાં તેના અંતિમસંસ્કાર કરવામાં આવશે. બોડી પૂરેપૂરું ડિકંપોઝ થઈ ગયું હોવાથી તેને ભારત લાવી શકાય તેમ નથી જેથી તેના અસ્થિ ભારત લાવવામાં આવશે.