પપ્પા અહીં ખૂબ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ પછી મા, ભાઈ અને તમે બધા ફરવા આવીશું…’ પાટણના દર્શિલના આ છેલ્લા શબ્દો હતા જ્યારે તે તેના પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. જે પાટણ અમેરિકા ગયો હતો પરંતુ પરત આવી શક્યો ન હતો. પિતા સાથે વિડીયો કોલ પર વાત કરતાં તે રોડ ક્રોસ કરવા ગયો ત્યારે ચિત્તાની સ્પીડે આવી રહેલી એક-બે નહીં પરંતુ 14 કારના ટાયર દર્શિલ ઉપર ચડી ગયા હતા.
બનાવની વિગત અંગે વાત કરીએ તો પાટણના ટી.બી ત્રણ રસ્તા પાસે શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ 9મી એપ્રિલે ટુરીસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. જે 26 સપ્ટેમ્બરે પરત ફરવાનો હતો, પરંતુ પાછા ફરતા પહેલા તેને અમેરિકામાં તે મોતને ભેટ્યો.
દર્શિલ ઠક્કર 31 જુલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન, સિગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું કે રોડ ક્રોસ કરી લઉ, પણ દર્શિલ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખૂલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં, પણ 14 ગાડી દર્શિલ પરથી નીકળી ગઇ. આમ, 14 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોતને ભેટ્યો.
જ્યારે પરિવારને દર્શિલના અકસ્માતની જાણ થઈ ત્યારે પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂતનો સંપર્ક કર્યો હતો. સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ ત્યાંના તબીબોના કહેવા મુજબ દર્શિલના મૃતદેહને ભારત લઈ જવાની સ્થિતિમાં નથી, તેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં કરવામાં આવશે.
મૃતક દર્શિલના પિતા રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મારા બે પુત્રો અને મારા 10 વર્ષના વિઝિટર વિઝા હતા અને અમે ત્રણેય એક સાથે અમેરિકા જવાના હતા, પરંતુ કોરોનાને કારણે તે કેન્સલ થઈ ગયા હતા. તેથી જ દર્શિલ 9 અને 26 એપ્રિલે એકલો ફરવા ગયો હતોઅને 26-9.23ના રોજ પરત આવવાનો હતો. આ અકસ્માત પહેલા મારા પુત્રનો વિડિયો કોલ આવ્યો અને તેણે કહ્યું કે પપ્પા હું અમેરિકાથી આવીશ તેથી આપણે બધાં ફરી જઈશું એવી ઈચ્છા હતી.
આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, ફોન પડ્યો કે શું થયું તે જાણી શકાયું નથી. બાદમાં મારા મોટા બાબા રિકુંજે દર્શિલને ફોન કર્યો પણ તેણે ફોન ન ઉપાડ્યો એટલે ફરી ફોન કર્યો તો બીજા ભાઈએ ઉપાડીને કહ્યું કે આ તમારે કોણ થાય છે? તેનો અકસ્માત થયો છે. આ પછી અમે અમેરિકામાં રહેતા તેના મિત્ર ભાવિનને ફોન કરીને ત્યાં જવાનું કહ્યું હતું. ભાવેન જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે તેનું મૃત્યુ થયું છે. આ પછી પોલીસ તેને પીએમ માટે લઈ ગઈ હતી.