પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર દેશભરમાં અનેક મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ ઉત્સવ અને ઉજવણી કરવામાં આવે છે. તમામ ભક્તો મહાદેવની ભક્તિમાં લીન થતા જોવા મળે છે. મહાદેવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો એટલે શ્રાવણ મહિનો આ મહિનામાં લોકો અલગ અલગ રીતે ભગવાન મહાદેવની પૂજા કરે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં બોલીવુડ ફિલ્મના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ પણ મહાદેવની પૂજા કરતા જોવા મળે છે જેની અનેક તસવીરોને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
હાલમાં જ બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડે પોતાના ઘર આંગણે મહાદેવની પૂજા કરી હતી જેનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ તેમના સંસ્કારો ના વખાણ કર્યા હતા. આજે અનન્યા પાંડે બોલીવુડ ફિલ્મમાં સફળ અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા પરંપરા રીતરિવાજ હંમેશા પોતાની સાથે રાખે છે તથા તેઓ ભગવાન મહાદેવ પ્રત્યા અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પોતાના ઘર આંગણે મહાપૂજા નું આયોજન કર્યું હતું અને તેઓ પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થતી જોવા મળી હતી.
View this post on Instagram
તસવીરોમાં આપ જોઈ શકો છો કે અનન્યા પાંડે બંને હાથ જોડી ભગવાન મહાદેવની આરાધના કરતી જોવા મળે છે. તસવીરો ખરેખર તમામ લોકોને ખૂબ જ પસંદ આવી હતી તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવના નાદ જોવા મળ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ તસવીરો જોતા તમારું દિલ પણ ખુશ થઈ જશે. વ્યક્તિએ કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે આપ પર હંમેશા માટે ભગવાન મહાદેવની કૃપા બની રહે બસ એ જ આશીર્વાદ જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ખરેખર સફળ થયા બાદ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ જાળવી રાખવી દરેક વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે પરંતુ અનન્ય પાંડે આજે દરેક લોકોના દિલ જીતી લીધા છે એક ચાહકે લખ્યું હતું કે અમને તમારા પર ગર્વ છે ભગવાન મહાદેવ હંમેશા તમારા પર ખુશ રહે.
અભિનેત્રી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલી રહે છે તથા અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે. હાલમાં તો આ તસવીરો પોતાની સાથે જ તમામ લોકોએ મન ભરીને અભિનેત્રીના વખાણ કર્યા હતા તથા તસવીરો ખૂબ જ શેર કરવામાં આવી હતી. આ પહેલા અનન્યા પાંડે અને તેમના પિતા ચંકી પાંડે મુકેશ અંબાણી નાના દીકરા અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માં જોવા મળ્યા હતા જ્યાં પિતા પુત્રી ની જોડીએ ખૂબ જ ધૂમ મચાવી હતી.