શું તારક મહેતા સિરિયલમાંથી આ અભિનેતા થઈ રહ્યા છે દૂર, સોશિયલ મીડિયામાં શેર કર્યો વિડિયો – જાણો શું છે હકીકત

વાઇરલ

હાલમાં લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં અભિનેતા અને અભિનેત્રીઓ સીરીયલ ને હંમેશા માટે અલવિદા કહી રહ્યા છે જેને કારણે લોકપ્રિયતામાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. આ કારણે સોશિયલ મીડિયામાં એક અફવા ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તારક મહેતા સિરિયલમાં સેક્રેટરી અને ટ્યુશન ટીચરનું પાત્ર ભજવનાર પીડે એટલે સેક્રેટરી અને ટ્યુશન ટીચર નું પાત્ર ભજવનાર આત્મારામ તુકારામ ભીડે એટલે કે કેસ મંદાર ચંડવાનકર સીરીયલ માં 16 વર્ષ પોતાનો અભિનય કર્યા બાદ હવે તેઓ અલવિદા કહેવા જઈ રહ્યા છે. પરંતુ આ પાછળની હકીકત જાણી તમારા પણ હોશ ઉડી જશે.

સોશિયલ મીડિયામાં આ અફવા બાદ મંદાર ચંડવાનકરે એક વીડિયો શેર કરી તમામ અફવાઓ નો અંત લાવ્યા હતા. આ તમામ સમાચારો તેમને નકલી ગણાવ્યા છે અને કહ્યું હતું કે આ માત્ર એક અફવા છે. આ વિડીયો શેર કરતા અભિનેતા એક ઓપ્શનમાં લખ્યું હતું કે તમે કોઈપણ અફવા ઉપર ધ્યાન ન આપશો. એને વધારે ફેલાવવાનો પણ પ્રયત્ન ન કરવો. હું આ સીરીયલમાં 2008થી એટલે કે છેલ્લા 16 વર્ષથી જોડાયો છું અને આપ સૌ લોકોનું મનોરંજન કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ એવી તમને ખાતરી આપું છું.

પરંતુ માત્ર તમારા સુધી હકીકત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું એટલા માટે મેં આ વિડિયો શેર કર્યો છે જેથી કરી તમને સાચી માહિતી મળી શકે અને તમે અફવા પર ધ્યાન ન આપો. તમારા બધાના પ્રેમ માટે ખુબ ખુબ આભાર. આ વીડિયોમાં અભિનેતાએ અનેક સ્ક્રીનશોટ શેર કર્યા છે. એમાં ઘણા બધા લોકોની ચેટ અને કોમેન્ટ જોવા મળી રહી છે. જેમાં એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોલીને સિરિયલ માંથી બળજબરી રીતે કાઢવામાં આવ્યો, જ્યારે બીજા વીડિયોમાં તારક મહેતા સીરીયલ ની હકીકત ખોલવાના જુઠા વિડીયો શેર કરવામાં આવ્યા છે.

માત્ર એટલું જ નહીં પરંતુ બીજા ચેટ બોક્સમાં લખ્યું હતું કે હવે દયાભાભી ક્યારેય નહીં આવે જ્યારે અન્યમાં લખ્યું હતું કે ભીડે ભાઈ હંમેશા માટે સો છોડી જઈ રહ્યા છે. આ પહેલા પણ અબ્દુલ હમેશા માટે સિરિયલ છોડી રહ્યો છે આ સમાચાર પણ સોશિયલ મીડિયામાં માત્ર અફવા સ્વરૂપે વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ભીડે ભાઈ માટે પણ અફવાઓ ચારે તરફ ફેલાઈ રહી છે પરંતુ તે વાતની સ્પષ્ટતા અભિનેતાએ પોતે વીડિયો શેર કરી લોકો સમક્ષ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *