બોલીવુડની અભિનેત્રી જેકલીન આજે ફિલ્મની દુનિયામાં દરેક લોકોની વચ્ચે લોકપ્રિય બની ચૂકી છે તેમની પાછળનું મુખ્ય કારણ એ છે કે અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી જેકલીને તમામ લોકોના દિલ જીતી લીધા છે આ કારણથી જ તેમની લોકપ્રિયતા માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલી છે. અભિનેત્રી અત્યાર સુધી ડ્રામા કોમેડી એક્શન લવ સ્ટોરી જેવી અનેક મુવીમાં દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું છે જોકે આપને જણાવી દઈએ કે અભિનેત્રીને આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરવા પડ્યા હતા પરંતુ આજે તે પોતાની મહેનત અને ચાહકોના પ્રેમને કારણે દરેક ફિલ્મમાં સર્વ શ્રેષ્ઠ અભિનય કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે. આ કારણથી જ અનેક ફિલ્મની ઇવેન્ટમાં એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવી ચૂકી છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રી ફિલ્મ સાથે સાથે સમાજ સેવા ના કાર્યો કરવાનું પણ સૌથી વધારે પસંદ કરે છે તે ઘણીવાર સ્વચ્છતા અભિયાન પર્યાવરણ જાગૃતિ કે સમાજલક્ષી અને દેશલક્ષી પ્રશ્નો પર પોતાના વિચારો સોશિયલ મીડિયા પર રજૂ કરતી જોવા મળે છે. આ કાર્યને કારણે જ આજે અભિનેત્રી જેકલીન તમામ લોકોના દિલમાં રાજ કરી રહી છે સોશિયલ મીડિયામાં પણ અભિનેત્રી ખૂબ જ એક્ટિવ રહી પોતાના ચાહકો સાથે પર્સનલ ફોટોશૂટ અથવા પોતાની લાઈફની અપડેટ આપી રહે છે અને ચાહકો પણ સૌથી વધારે તમામ તસવીરો અને વીડિયોને પસંદ કરતા હોય છે.
View this post on Instagram
હાલમાં અભિનેત્રી સાઉદી અરેબિયામાં આવેલા લાલ સમુદ્રના બીચમાં પોતાનો સમય પસાર કરી રહી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અભિનેત્રી સૂર્યના પ્રકાશ વચ્ચે ઠંડા ઠંડા પાણીની મજા લઇ રહી છે. આ તમામ તસવીરો જોતાની સાથે જ ચાહકો દિવાના બની ગયા હતા. 2 સપ્ટેમ્બર સોમવારના રોજ જેકલીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સમુદ્ર વચ્ચેની તસવીરો શેર કરી હતી.
સમુદ્રની મજા માણવા માટે પૂલમાં જેક્લીને પાતળા પટ્ટાઓ અને સ્વીટહાર્ટ નેકલાઇન સાથે ચિક સફેદ સ્વિમસ્યુટ પસંદ કર્યો હતો.અન્ય સ્ટાઇલિશ વ્હાઇટ એન્સેમ્બલમાં જેક્લીન ફર્નાન્ડિઝ એક મિની ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં ટ્રેન્ડી બબલ હેમલાઇન અને ગળાની આસપાસ રફલ્ડ દર્શાવવામાં આવી હતી જે સુંદર દેખાવમાં વધારો કરી રહી હતી. બીજી બાજુ તેણે આછો મેકઅપ પણ ઉમેર્યો હતો.જેમાં ચમકતો આઈશેડો, મસ્કરા-કોટેડ લેશ, કાળી ભમર, બ્લશ ગાલ, એક તેજસ્વી હાઇલાઇટર અને લાલ લિપસ્ટિકનો બોલ્ડ શેડ નો વિશિષ્ટ રીતે સમાવેશ થાય છે. તેની આંગળીઓને શણગારતી મોટી બ્રાઉન ટોપી અને પથ્થરની વીંટીઓ સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો હતો.