બોલીવુડ ફિલ્મની સુંદર અભિનેત્રી જેકલીને અનેક હિન્દી ફિલ્મમાં કામ કરી પોતાની એક અલગ આગવી ઓળખ લોકો વચ્ચે પ્રસ્તુત કરી છે આ કારણથી જ આજે તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને દરેક ફિલ્મમાં ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે આ કારણથી જ બોલીવુડ બોક્સ ઓફિસમાં તેમના દરેક ફિલ્મ સુપરહિટ બની જતા હોય છે આજે જેકલીન લાખો ચાહકોનું દિલમાં રાજ કરી રહી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મમાં અભિનય માટે પ્રવેશ કરવા અભિનેત્રીને ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેને ક્યારેય પોતાના જીવનમાં હાર ન માની સતત પરિસ્થિતિ સામે લડવાનો નિર્ણય કર્યો હતો અને આખરે એની મહેનત અને કિસ્મત એ સાથ આપ્યો હતો અને આજે તે ફિલ્મ ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે.
અભિનેત્રી માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ સમાજ સેવાના કાર્યો સાથે પણ હંમેશા જોડાયેલી રહે છે. થોડા સમય પહેલા જ બીચ પ્લેસ ઈન્ડિયાની સમગ્ર ટીમ સાથે મુંબઈના દરિયાકિનારે જાતે કચરો ઉઠાવી સાફ-સફાઈ કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી આ કાર્ય લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તમામ લોકોએ અભિનેત્રીના મન ભરીને વખાણ કર્યા હતા. અભિનેત્રી આવી રીતે અવારનવાર અનેકવાર પર્યાવરણ સ્વચ્છતા અને દેશ સેવાના કાર્યોમાં સહભાગી થતી જોવા મળે છે આ કાર્યને કારણે જ આજે તે દરેક લોકોના દિલ જીતી રહી છે.
View this post on Instagram
અભિનેત્રી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે હાલમાં જ અભિનેત્રીએ અલગ અલગ પોઝ આપી પોતાના મોબાઈલમાં સેલ્ફી કેદ કરી હતી જેને અભિનેત્રીએ સેલ્ફી ગેમ નેમ આપ્યું હતું આ તસવીરો જોતાની સાથે જ તમામ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તસવીરોને લાઈક કરી હતી. અભિનેત્રી નો મસ્તીભર્યો અંદાજ પણ લોકોને પસંદ આવ્યો હતો.
દરેક તસવીરોમાં અભિનેત્રી અલગ અલગ ફેસ ના હાવ ભાવ આપ્યા હતા સાથે અલગ અલગ આઉટ ફીટમાં પણ જોવા મળી હતી. આ તસવીરોમાં ઘણી નેગેટિવ કોમેન્ટ્સ પણ જોવા મળી હતી તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે અભિનેત્રીનો એક ડ્રેસ થોડો બાજુથી ફાટી ગયો હતો જેને કારણે તમામ લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી. પરંતુ ઘણા લોકોએ અભિનેત્રીના ખૂબ જ વખાણ કરતા અલગ અલગ કોમેન્ટ કરી હતી એક વ્યક્તિએ લખ્યું હતું કે વેરી બ્યુટીફૂલ જ્યારે બીજા વ્યક્તિએ લખ્યું હતું કે માય ક્વીન માય એવરીથીગ હાલમાં તો આ તસવીર ચારેકોર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ધૂમ મચાવી રહી છે.