બોલીવુડની અભિનેત્રી જાનવી કપૂરે હાલમાં સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. જાનવી કપૂર હાલમાં સાઉથ અભિનેતા એનટીઆર સાથે દેવરા ફિલ્મનું તૈયારી કરી રહી છે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ખૂબ જ ધૂમ મચાવે તેવી ચાહકો તરફથી ઈચ્છા અને આતુરતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મના ધીરે ધીરે ગીતમાં જાનવી કપૂર એનટીઆર સાથે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જાનવી કપૂર હવે બોલીવુડ ફિલ્મમાંથી સાઉથ ફિલ્મમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યું છે આ શરૂઆત તેમના જીવનની સૌથી ખાસ બની રહેશે તેવી ચાહકો ઇચ્છા વ્યક્ત કરી હતી કારણ કે આજના સમયમાં સૌથી સફળ અભિનેત્રી જાનવી કપૂર બની ચૂકી છે.
દરેક ફિલ્મમાં જાનવી કપૂર પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતે છે આ કારણથી જ તેના દરેક ફિલ્મ બોક્સ ઓફિસમાં સુપરહિટ બની જતા હોય છે. આ સાથે જ જાનવી કપૂર સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે હંમેશા એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી હોય છે હાલમાં જ તેમને શેર કરેલી તસવીરોએ ચારેકોર ધૂમ મચાવી દીધી હતી તથા લાખો લોકોએ તેમના પર લાઇક અને કોમેન્ટ પણ કરી છે. એનટીઆર ની દેવરા ફિલ્મના શૂટિંગ બાદ જાનવી કપૂર એ ફ્રેશનેસ ટાઈમ શેર કર્યો હતો.જેમાં તે દેવરા ફિલ્મના ધીરે ધીરે ગીત પર reels બનાવતી જોવા મળી હતી.
હાલમાં જાનવી કપૂરે ખુબ જ સુંદર લાલ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.આ ખાસ સાડીમાં અલગ અલગ કલરફુલ ડિઝાઇન જોવા મળી રહી છે જે જાનવી કપૂરની સુંદરતામાં વધારો કરે છે. હાલમાં તેમનો આ લુક ચાહકો વચ્ચે ચર્ચા નો વિષય બન્યો હતો. આ તસવીરોને અત્યાર સુધી એક મિલિયન કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ જાનવી કપૂરના ચાહકો તસવીરો જોતા ની સાથે જ દંગ રહી ગયા હતા. એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું હતું કે તમે તો ગરમી વધારી દીધી છે.
View this post on Instagram
આજના સમયમાં જાનવી કપૂરની દરેક ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે થોડા સમય પહેલા જ મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મમાં જાનવી કપૂર એ પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા આ ફિલ્મમાં તેણે એક મહિલા ક્રિકેટર તરીકેની ભૂમિકા ભજવી છે જે ફિલ્મના અંતમાં ભારતની ટીમ તરફથી રમી તેને જીત અપાવે છે.
આ ફિલ્મ ની ભવ્ય સફળતા બાદ અભિનેત્રી જાનવી કપૂર પેરીસ ની આ ખાસ ઇવેન્ટમાં પોતાના લુક થી ચાહકો ના દિલ જીતી લીધા હતાં. આગળના સમયમાં તમામ ચાહકો જાનવી કપૂરની એક નવી ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જાનવી કપૂર વિશ્વંભરા અને દેવરા ફિલ્મ માં જોવા મળશે આ ફિલ્મ માટે તમામ ચાહકો પોતાનો ઉત્સવ વ્યક્ત કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ બાદ જાનવી કપૂર આ ફિલ્મમાં પોતાનો કેવો અભિનય ભજવી શકે છે હાલમાં તો જાનવી કપૂરની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ધૂમ મચાવી રહી છે.