સમગ્ર ભારત ભરમાં 19 ઓગસ્ટના રોજ ભાઈ બહેનના પવિત્ર સ્નેહને ઉજાગર કરતા રક્ષાબંધનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધી તેમને જીવનભર માટેના આશીર્વાદ આપે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ખરેખર આ પવિત્ર તહેવારની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ખાસ અને વિશિષ્ટ થઈ હતી જેમાં બોલીવુડ સેલિબ્રિટીએ પણ ભાગ લીધો હતો જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે.
આ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂરનો સુંદર મજાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને જોતાની સાથે જ તમારા દિલ પણ ખુશ થઈ જશે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે જાનવી કપૂર બ્લુ એન્ડ વાઈટ કપડામાં જોવા મળી રહી છે. ત્યારબાદ એક પેપ્રાજી તેની સાથે રાખડી બંધાવવા માટે દોડે છે આ બાદ જાનવી કપૂર પણ તેના હાથમાં રાખડી બાંધી આપે છે. આ બાદ પેપ્રાજીએ તેના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેને સગુન રૂપે આપવા માટે કાઢે છે ત્યારે જાનવી કપૂર કહે છે કે શું તું પાગલ થઈ ગયો છે?
View this post on Instagram
આસપાસ થી પણ અવાજ સાંભળવા મળી રહ્યો છે કે બહેનને શગુન આપો પરંતુ જાનવી કપૂર તેને ના પાડે છે. આ પછી જાનવી કપૂર ત્યાંથી ચાલી જાય છે પરંતુ અભિનેત્રીએ પેપ્રાજીને જરા પણ નિરાશ થવા દીધા ન હતા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી રાખડી બાંધીને કરી હતી આ વિડીયો જોતા ની સાથે જાનવી કપૂરના તમામ ચાહકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.
પોતાની ફિલ્મના કામમાં આટલી વ્યસ્ત હોવા છતાં પણ પોતાના ચાહકો માટે હંમેશા તૈયાર રહે છે. આ વાતને કારણે જ આજે તેના ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વમાં ચાહકો રહેલા છે. આ વિડીયો જોતા એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામના જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે અમને પણ તમારી પાસે રાખડી બંધાવી છે એક વ્યક્તિ લખ્યું હતું કે તમે અમારા સૌ માટે બહેન છો.