કોકીલ કંઠી “કિંજલ દવે”એ કેનેડાની ખૂબસૂરત જગ્યાએ કરાવ્યું જોરદાર ફોટોશૂટ, જુઓ ખાસ તસવીરો

વાઇરલ

ગુજરાતી સંગીત ક્ષેત્રે ગર્વ અને કોકીલ કંઠી તરીકે જાણીતી કિંજલ દવે હાલમાં કેનેડાના અલગ અલગ શહેરોમાં રાસ ગરબા ની ધૂમ મચાવી રહી છે જેની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે આજે કિંજલ દવેના ચાહકો માત્રા ગુજરાત અને ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને દરેક કાર્યક્રમો સંગીત અને ગીતોમાં ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપતા હોય છે. કેનેડામાં આયોજિત થયેલા રાસ ગરબામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ તથા કેનેડાના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કિંજલ દવેના સુરે તમામ લોકો મન મૂકીને ગરબે રમ્યા હતા.

હવે જ્યારે ભારતમાં નવરાત્રી માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કિંજલ દવે વિદેશના દેશોમાં રાસ ગરબા માં તમામ લોકોને મોજ કરાવી રહી છે આ બાદ નવરાત્રીના દિવસોમાં કિંજલ દવે ગુજરાતના સુરત શહેરમાં ઉપસ્થિત રહેશે પરંતુ તે પહેલા તેની માટે વિદેશના પ્રવાસો ગુજરાતવાસીઓના પ્રેમને કારણે ખૂબ જ ખાસ બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

હાલમાં કિંજલ દવે કેનેડાની ખૂબસૂરત જગ્યાએ સુંદર ફોટો શૂટ કરાવ્યો છે જેમાં ચાહકો તરફથી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી હતી.આ પહેલા પણ કિંજલ દવે અમેરિકા ઓસ્ટ્રેલિયા યુકે જર્મની જેવા દેશોમાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ લોકોને મોજ કરાવી હતી. કિંજલ દવે પ્રત્યેની લોકપ્રિયતા આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે નવરાત્રી પહેલા કિંજલ દવેએ રણઝરીયુ ગીત લોન્ચ કર્યું હતું જેની તસવીરો શૂટિંગ સેટ પરથી વાયરલ કરવામાં આવી હતી. શૂટિંગ વખતે કિંજલ દવે સુંદર અને આકર્ષક આઉટફીટ સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી.

કેનેડાના કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ ચાહકો તરફથી વિદેશ પ્રવાસ માટે શુભકામનાઓ અને શુભેચ્છાઓ જોવા મળી હતી. આ પહેલા કિંજલ દવેના પિતા લલિત દવે એરપોર્ટ પાસેથી પોતાની દીકરી સાથે સુંદર ફોટોગ્રાફી કરાવી હતી આપને જણાવી દઈએ કે કિંજલ દવે પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ ફાધર્સ ડે પર કિંજલ દવે પોતાના પિતાને લક્ઝરી ફોર્ચ્યુનર કાર ગિફ્ટ કરી હતી જેમાં પિતા દીકરી વચ્ચેનો પ્રેમ ખુબ જ સુંદર રીતે જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *