હાલમાં ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં રાસ ગરબાની ધૂમ મચાવી રહી છે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ ગુજરાતવાસીઓ તરફથી રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિંજલ દવે વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી હતી આજે ગુજરાતી લોકસંગીત સંસ્કૃતિ સંસ્કારો અને તેમનો વારસો દેશના ખૂણે ખૂણે સુધી પહોંચવામાં સફળ રહ્યો છે જેમાં ગુજરાતના અનેક કલાકારો સહિત કિંજલ દવે એ પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું આ પહેલા પણ અમેરિકા યુકે ન્યુઝીલેન્ડ જવા દેશોમાં કિંજલ દવે રાસ ગરબાની ધૂમ મચાવી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ તમામ ગુજરાતવાસીઓ સહિત ઓસ્ટ્રેલિયા વાસીઓએ પણ આ રાસ ગરબામાં ભાગ લીધો હતો.
હાલમાં જ કિંજલ દવે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું જે માટે સ્વર્ગની અપ્સરા કરતાં પણ વિશિષ્ટ સુંદર લાગી રહી હતી કિંજલ દવે દિવસે ને દિવસે પોતાની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે આ કારણથી જ તેમના ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ કિંજલ દવેના આ પહેરવેશના ખૂબ જ વખાણ કર્યા હતા. આજના સમયમાં સંગીત ક્ષેત્રે કિંજલ દવે આટલી સફળ થઈ હોવા છતાં પણ હંમેશા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને સાથે રાખે છે.આજ કારણથી તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.
View this post on Instagram
આજના સમયમાં ગુજરાતી કલાકારોને કારણે જ આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ જીવંત રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ આપણા ગુજરાતીઓ વિદેશમાં રહેતા હોવા છતાં પણ હંમેશા ભારતીય પરંપરા અને સંસ્કારોને હંમેશા પોતાની સાથે રાખે છે આ વાત આપણા સૌ માટે ખૂબ જ ગર્વ છે. કિંજલ દવે સાથે દરેક કાર્યક્રમમાં તેમનો ભાઈ આકાશ દવે પણ જોવા મળે છે ઓસ્ટ્રેલિયામાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં પણ તેમના ભાઈ સાથેનો આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયું હતું જેમાં તમામ લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી બંને ભાઈ બહેનોની જોડીને ખૂબ જ વખાણ કર્યા હતા.
View this post on Instagram
હવે ટૂંક જ સમયમાં માં આદ્યશક્તિની આરાધના કરતો તહેવાર નવરાત્રી આવવા જઈ રહ્યો છે આ પાવન પ્રસંગ નિમિત્તે કિંજલ દવે ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાસ ગરબાની ધૂમ મચાવશે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ ગુજરાતવાસીઓ રંગબેરંગે પહેરવેશમાં આ તહેવારને ખાસ બનાવી માતાજીની આરાધના કરશે. પરંતુ હાલમાં તો કિંજલ દવે વિદેશના અલગ અલગ દેશોમાં રાસ ગરબાની ધૂમ મચાવી રહી છે જેને અનેક તસવીરો તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અવારનવાર શેર કરતી રહે છે.