ગુજરાતની લોકપ્રિય સિંગર તરીકે જાણીતી કિંજલ દવે આજે દેશ વિદેશમાં સંગીત ક્ષેત્રમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે જેને અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ દેશોમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ગુજરાતવાસીઓ દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે જે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશના લોકો સહિત ગુજરાતના લોકો ભેગા થઈ રાસ ગરબા ની રમઝટ જમાવતા હોય છે. કિંજલ દવેના ગીતો આજે માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
કિંજલ દવે અવારનવાર અનેક ગીતો લોકો સમક્ષ પ્રસ્તુત કરતી હોય છે ત્યારે હાલમાં જ કિંજલ દવેનું નવું ગીત લોન્ચ થવા જઈ રહ્યું છે આ ગીતના શૂટિંગ સેટ કરતી કિંજલ દવે અને એક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં ગીતની સફળતા માટે તેમના ચાહકોએ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જ્યારે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કિંજલ દવે લોકોની વચ્ચે રણજણિયું નામનું ગીત લાવવા જઈ રહી છે આ ગીત નવરાત્રિના દિવસોમાં ધૂમ મચાવે તેવી શક્યતા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
View this post on Instagram
આ ગીતના શબ્દો જ તમને નાચવા માટે મજબૂર કરી દેશે. સાથે સાથે કિંજલ દવે શૂટિંગ સેટ પરથી પોતાનો પર્સનલ ફોટોશૂટ ની તસવીરો પણ શેર કરી હતી જે માટે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તમામ લોકોને તસવીરો ખૂબ જ પસંદ આવી હતી અને કોમેન્ટ પણ જોવા મળી હતી એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે વેરી ક્યુટ બ્યુટીફૂલ વેરી નાઇસ કિંજલ દવે પ્રીટી ગર્લ
આપને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસોમાં કિંજલ દવે દસ દિવસ ગુજરાતના સુરત શહેરમાં રાસ ગરબા ની ધૂમ મચાવશે આ સમાચાર તમામ સુરત વાસીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સાબિત થયા હતા. હાલમાં કિંજલ દવે આ ગીતના શૂટિંગ પહેલા ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાં રાસ ગરબાની ધૂમ મચાવી હતી જ્યાં ગુજરાતવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને કિંજલ દવેનું સ્વાગત સન્માન પણ કર્યું હતું.