આપ સૌ લોકો જાણતા હશો કે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં તમામ ધાર્મિક મંદિરોમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. દેવોના દેવ મહાદેવ ને પ્રસન્ન કરવાનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ આ મહિનામાં ભગવાન મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને તમામ શિવ મંદિરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતના અનેક કલાકારોએ પણ ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી જોવા મળી હતી.
શ્રાવણ માસના છેલ્લા સોમવાર એટલે કે સોમવતી અમાસ ના પાવન દિવસે ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવીએ પોતાના પત્ની અને બાળક સાથે સવા લાખ પાર્થિવ શિવલિંગની પૂજા કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા. આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી આજે સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે આજે પણ તેઓ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલા રહે છે આ કારણથી જ આજે તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેઓ તમામ ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને પવિત્ર માહોલ થી કરે છે. હાલમાં જ્યારે મહાદેવનો પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કિર્તીદાન ગઢવી એ પણ વિશિષ્ટ પૂજા અર્ચના કરી હતી.
View this post on Instagram
કિર્તીદાન ગઢવી એ આ પૂજા નો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જે માટે પરંપરાગત પીળા વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે જેમની સાથે તેમની પત્ની પણ પૂજામાં સામેલ થઈ હતી બંને જોડીએ માથામાં તિલક લગાવી ભગવાન મહાદેવનો અભિષેક કરી રહ્યા છે ત્યારબાદ વિશિષ્ટ પૂજામાં પણ જોડાયા હતા પૂજાના અંતે કિર્તીદાન ગઢવી તેમના પત્ની અને બાળકો સાથે ભગવાન મહાદેવને ફૂલો ધરાવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે સવા લાખ પાર્થિવ શિવલિંગની પૂજા કરી કિર્તીદાન ગઢવી ના સમગ્ર પરિવારે ધન્યતાનો અનુભવ કર્યો હતો.આ સાથે સૌના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.
કિર્તીદાન ગઢવી ભગવાન મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે તેમના અનેક મહાદેવ ના ભાવ ભજનો અને ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. દર વર્ષે કિર્તીદાન ગઢવી પોતાના ઘર આંગણે અથવા ધાર્મિક સ્થાનો પર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂજા કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ તેમણે આ લાહવો પ્રાપ્ત કર્યો હતો. આ તસવીરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી તમામ લોકોએ કોમેન્ટ ના માધ્યમથી હર હર મહાદેવ ના નાદ અને સંસ્કારો અને સંસ્કૃતિના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.