ગુજરાતી લોકપ્રિય સિંગાર કિર્તીદાન ગઢવી હાલ વિદેશના દેશોમાં રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે જેને અનેક વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા કિર્તીદાન ગઢવી ને વિદેશ પ્રવાસ અને રાસ ગરબા ના કાર્યક્રમ માટે શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા. આજે કિર્તીદાન ગઢવી માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે તથા ચારે તરફ ડંકો વગાડી રહ્યા છે.
થોડા સમય પહેલા કિર્તીદાન ગઢવીએ પોતાના સમગ્ર પરિવાર સાથે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવની વિશિષ્ટ પૂજા કરી હતી. કિર્તીદાન ગઢવી આજે પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલા રહે છે આ કારણથી જ આજે તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા સંગીત ક્ષેત્રમાં સતત સફળ થઈ પોતાની એક અલગ ઓળખ અને નામના લોકોની વચ્ચે ઊભી કરી છે. હાલમાં કિર્તીદાન ગઢવી કેનેડાના અલગ અલગ શહેરમાં રહેતા ગુજરાતવાસીઓને રાસ ગરબાની મોજ કરાવી રહ્યા છે.
View this post on Instagram
કેનેડામાં આયોજિત થયેલા કિર્તીદાન ગઢવીના રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ સાથે કેનેડાના રહેવાસીઓ જોડાયા હતા વાયરલ વીડિયોમાં આપ જોઈ રહ્યા છો કે કિર્તીદાન ગઢવી તમામ ચાહકો સાથે રાસ ગરબા ની મજા માણી હતી. આ બાદ કિર્તીદાન ગઢવી ના લોકપ્રિય ગીતોની રમઝટ પણ જામી હતી જેમાં તમામ લોકો મન મૂકીને ગરબે રમ્યા હતા. આ બાદ કિર્તીદાન ગઢવીએ માથે પાઘડી પહેરી હર હર મહાદેવના નાદ લગાવ્યા હતા ત્યારબાદ સાયબો ગોવાળિયો મોગલ છેડતા કાળો નાગ જેવા લોકપ્રિય ગીતો પણ સાંભળવા મળ્યા હતા.
View this post on Instagram
આજે ગુજરાતી લોકસંગીત પરંપરા અને સંસ્કારો વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં ગુજરાતી અનેક કલાકારોએ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે જેમાં આજના સમયમાં કિર્તીદાન ગઢવી નું નામ પણ સામેલ થઈ ગયું છે. કિર્તીદાન ગઢવી હંમેશા સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતા હોય છે જેમાં ચાહકો તરફથી લાઈક અને કોમેન્ટ જોવા મળે છે કિર્તીદાન ગઢવી નું આયોજિત થયેલો કેનેડાનો રાસ ગરબા નો કાર્યક્રમ દરેક લોકો માટે ખૂબ જ યાદગાર રહ્યો હતો.