સમગ્ર દેશ દુનિયામાં ધૂમ મચાવનારી અને ગુજરાતનું ગર્વ તરીકે જાણીતી કચ્છી કોયલ એટલે કે આપણા સૌના પ્રિય ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં રાસ ગરબા અને લોક ડાયરાને ધૂમ મચાવી રહ્યા છે. સંગીત ક્ષેત્રે આજે ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે આ કારણથી જ તેમને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સન્માનિત કર્યા હતા. ગીતાબેન રબારી આજે સૌના પ્રિય બની ગયા છે આ કારણથી તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક કાર્યક્રમમાં ખૂબ જ સહકાર અને પ્રેમ આપતા હોય છે પોતાના ચાહકોના સપોર્ટને કારણે જ આજે ગીતાબેન રબારી સંગીત ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યા છે.
હાલમાં ગીતાબેન રબારી પોતાના અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફર્યા હતા જ્યાં તેમણે પૃથ્વી રબારી સાથે એરપોર્ટમાં ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું આપને જણાવી દઈએ કે ગીતાબેન રબારી ને દરેક સફળતા પાછળ તેમના પતિ પૃથ્વી રબારી હંમેશા સાથ આપતા હોય છે તથા દરેક લોક ડાયરામાં સાથે જોવા મળે છે આ કારણથી જ બંને લોકોને જોડી પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આપણે અત્યાર સુધી ઘણીવાર સાંભળ્યું હશે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે પરંતુ ગીતાબેન રબારી ની સફળતા પાછળ તેમના પરિવાર સહિત પતિ પૃથ્વી રબારી નો પણ ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે.
View this post on Instagram
આ બાદ હવે ગીતાબેન રબારી પોતાનું વિદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં સમય વિતાવી રહ્યા છે. ભારત પરત ફરતાની સાથે જ તમામ ચાહકોએ શુભકામના શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા ગીતાબેન રબારી નો વિદેશ પ્રવાસ ખૂબ જ સફળ રીતે પૂર્ણ થયો હતો તમામ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓએ ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગીતાબેન રબારી ના કાર્યક્રમમાં લોકો હાજર રહ્યા હતા આ વિદેશ પ્રવાસ તમામ લોકો સહિત ગીતાબેન રબારી માટે યાદગાર બની જશે. હાલમાં જ તેમને સોશિયલ મીડિયામાં એક ખુબ જ સુંદર ફોટોશૂટ શેર કર્યું છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારી અલગ અલગ અંદાજમાં પોઝ આપી સુંદર ફોટો કરાવ્યો હતો આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ ગીતાબેન રબારી ની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા.
આપને જણાવી દઈએ કે દેશ-વિદેશમાં ગીતાબેન રબારી હંમેશા ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળે છે સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ હંમેશા પોતાની સાથે સંસ્કારો સંસ્કૃતિને સાથે રાખે છે આ કારણથી જ તેઓ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ચારે કોર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. હવે જ્યારે મા આદ્યશક્તિનો પર્વ એટલે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીતાબેન રબારી આ દિવસોમાં કયા કાર્યક્રમ ભજવશે તેની કોઈ માહિતી સામે આવી નથી પરંતુ નવરાત્રીના દિવસોમાં પણ ગીતાબેન રબારી ના દરેક કાર્યક્રમમાં ખૂબ જ ખાસ બની રહેશે તેવી લોકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.