આજકાલ સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. અમુક વિડીયો આપણને ખડખડાટ હસાવે છે અને અમુક વિડીયો આપણને રડાવે પણ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે અને તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઝેરીલા સાપનો વિડીયો ઉતારવો ભારે પડી ગયો છે. જ્યારે વ્યક્તિ સાપનો વિડીયો ઉતારી રહ્યો હોય છે. ત્યારે સાપ તે વ્યક્તિ સાથે એવું કરે છે કે, વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકાય છે કે, એક વૃક્ષ પાછળ એક ઝેરીલો સાપ જોવા મળી રહ્યો છે. સાપ ત્યાં આરામ કરતો જોવા મળે છે. ત્યારે ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિની નજર આ સાપ પર પડી હતી. જેથી તે વ્યક્તિએ તરત જ પોતાનો ફોન બહાર કાઢ્યો હતો અને સાપનો આ વિડીયો બનાવવા લાગ્યો હતો.
View this post on Instagram
વિડીયો બનાવાના ચક્કરમાં યુવક સાપની ખૂબ જ નજીક જતો રહ્યો હતો. ત્યારે અચાનક જ ઝેરીલા સાપે તે વ્યક્તિના મોઢા ઉપર ડંખ માર્યો હતો. બાદમાં તે વ્યક્તિ સાથે શું થયું તેની કોઈપણ માહિતી હાલ સામે આવી નથી. આ વાયરલ થઈ રહેલો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર rdsd.cubic નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
વાયરલ થઈ રહેલો આ વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ડરી પણ ગયા છે. જ્યારે ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે, વીડિયોના ચક્કરમાં આ રીતે તેમણે પોતાનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ.