આજના સમયમાં ઘણા ખરા લોકોનું સપનું બોલીવુડ ફિલ્મમાં આગળ વધી પોતાનું ભવિષ્ય તૈયાર કરવાનું હોય છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે કે તેણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષો કરી આ ક્ષેત્રમાં સતત આગળ વધીએ અને આજે દેશ દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે તથા તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે. તેમનું ઉત્તમ ઉદાહરણ એટલે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરા કે જેણે આ ફિલ્ડમાં આગળ વધવા માટે ખૂબ જ સંઘર્ષોને પાર કર્યા છે અને નાની શરૂઆત કરી આજે બોલિવૂડની સેલિબ્રિટી બની ચૂકી છે. મલાઈકા અરોરાએ અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે આજે તેઓ ફિલ્મ ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે તથા તેને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે.
આપ સૌ લોકો જાણતા હશો કે મલાઈકા અરોરા પોતાની કોઈપણ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવતી જોવા મળતી નથી પરંતુ પોતાની ફેશન સ્ટાઈલ લાઈફ સ્ટાઈલ અને ડાન્સના કારણે તે દરેક લોકોની વચ્ચે લોકપ્રિય બની છે તે હંમેશા પોતાના હોટ અંદાજથી દરેક લોકોને પોતાના તરફ આકર્ષે દીવાના બનાવે છે. અભિનેત્રીએ પોતાના કરતાં સાત વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા સમયમાં તેની સાથે છૂટાછેડા લીધા હતા. આજે અભિનેત્રીને 21 વર્ષનો દીકરો છે પરંતુ તેની સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ કહી ન શકે કે અભિનેત્રીની ઉંમર આટલી વધારે હશે કારણ કે વધતી જતી ઉંમરે તેમની સુંદરતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
View this post on Instagram
મલાઈકા ને અત્યાર સુધી કોઈપણ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેનો રોલ મળ્યો નથી પરંતુ પોતાના ડાન્સ અને અદાને કારણે ફિલ્મોમાં મલાઈકાને પોતાની અલગ લોકપ્રિયતા અને ઓળખ મળી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ દિલ સે મા છૈયા છૈયા ગીત પર મલાઈકા શાહરુખ ખાન સાથે ટ્રેન પર ઉભા રહી જોરદાર ડાન્સ કર્યો હતો. આ ડાન્સને કારણે તે લોકોની વચ્ચે બધું ચર્ચાનો વિષય બની હતી તથા સોશિયલ મીડિયામાં પણ છવાયેલી જોવા મળી હતી. આ ગીત મલાઈકા ના ડાન્સ ને કારણે આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.
અભિનેત્રી નો જીવન બાળપણથી જ ખૂબ જ સંઘર્ષમાં રહ્યું હતું કારણ કે જ્યારે અભિનેત્રી માત્ર 11 વર્ષની હતી ત્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા આ કારણે જ તે તેની માતા સાથે મુંબઈમાં આવી હતી. આ બાદ 1998માં મલાઈકાય અરબાઝ ખાન સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ 2017માં બંને લોકોએ છૂટાછેડા લીધા હતા. મલાઈકા માત્ર 20 વર્ષની ઉંમરમાં અરબાઝ ખાનના પ્રેમમાં પડી હતી. બંને લોકો એકબીજા સાથે લાંબા સમય મિત્રતા રાખ્યા બાદ આખરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો. આપને જણાવી દઈએ કે મલાઈકા અને અરબાઝે ખ્રિસ્તી ધર્મ રીતે અનુસાર લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમને એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ અરહાન ખાન છે.
View this post on Instagram
આ બાદ હવે મલાઈકા અરોરા પોતાના થી 11 વર્ષ નાના અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઈ ચર્ચાના વિષય બની છે પરંતુ હાલમાં તેના પણ બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મલાઈકા નું જીવન શરૂઆતથી જ ખૂબ જ સંઘર્ષમાં રહ્યું હતું અને તેણે ફિલ્મમાં આગળ વધવા માટે પણ ખૂબ જ સંઘર્ષો કર્યા છે આ કારણથી જ આજે તે ફિલ્મ ક્ષેત્રે અનેક આઈટમ સોંગ માં સફળતા મેળવે છે. સોશિયલ મીડિયામાં પણ અવારનવાર અભિનેત્રી પોતાની હોટ તસવીરો શેર કરી લોકોને પોતાની અદા પર ફિદા કરે છે.