સોશિયલ મીડિયામાં અવારનવાર વિચિત્ર ઘટના અથવા પ્રેમ સંબંધની વાતો આપણી સમક્ષ આવી જતી હોય છે જેને સાંભળી કે જેની વિશે વિચારીને આપણે પણ નવાઈ પામતા હોઈએ છીએ. પરંતુ હાલમાં પ્રેમને એક વિચિત્ર ઘટના સામે આવી છે જેની વિશે સાંભળીએ તમારા પણ હોંશ ઉડી જશે. બિહારના ગોપાલગંજ વિસ્તારમાં ભાભી અને ભાણી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ ઘરેથી ભાગીને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા હતા. ખરેખર અત્યાર સુધી સાંભળ્યું હતું કે પ્રેમ આંધળો હોય છે પરંતુ આ ઘટનાથી લોકો સમક્ષ સાબિત પણ થઈ ગયું હતું. આવો વિચિત્ર કિસ્સો સાંભળતાની સાથે જ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ઘરે ભેગા થયા હતા. સંપૂર્ણ રીતરિવાજ અનુસાર એકબીજાના માથામાં માંગ ભરી હાર પહેરાવી અગ્નિની સાક્ષી એ સાથ ફેરા લઈ લગ્ન કર્યા હતા.
આ લગ્નનું આયોજન સોમવારે કુચાઇકોટના સાસામુસા રેલવે સ્ટેશન પાસે દુર્ગા મંદિરમાં સંપન્ન થયા હતા. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો કુંચાઈકોટના બેલવા ગામે રહેતી ભાભી શોભા કુમારીએ પોતાની જ ભાણી સુમન સાથે દુર્ગા મંદિરમાં સાત ફેરા ફરી સંપૂર્ણ રીતરિવાજ અનુસાર લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ હતી.મામી શોભા કુમારીએ જણાવ્યું હતું કે તેમની ભાણી સાથે છેલ્લા ત્રણ વર્ષથી અફેર ચાલતું હતું. બંને લોકો એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા.
View this post on Instagram
એકબીજા સાથે લાંબો સમય રહ્યા બાદ આખરે ત્રણ વર્ષ બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આબાદ બંને લોકો રેલવે સ્ટેશન પાસે આવેલા દુર્ગા મંદિર પહોંચ્યા અને અગ્નિની સાક્ષી સાત ફેરાફેરી માથામાં સિંદૂર ભરી એકબીજાને હાર પહેરાવી જન્મોજનમ એક સાથે રહેવાના કસમ પણ ખાધા હતા આ બાદ બંને લોકોએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ વિચિત્ર લગ્નની જાણ થતા ની સાથે જ તમામ લોકો દુર્ગા મંદિર ખૂબ જ મોટી સંખ્યામાં લગ્નને જોવા માટે પહોંચ્યા હતા.શોભા કુમારીએ લગ્ન બાદ કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ જિંદગી પોતાની ભાણી સાથે વિતાવશે તેઓ એકબીજાને ખૂબ જ નજીકથી પ્રેમ કરે છે.
અમે બંને લોકો એકબીજા વગર રહી શકતા નથી આ લગ્ન અમે અમારી સંપૂર્ણ મરજીથી કરીએ છીએ. બંને લોકો એકબીજાને ક્યારે છોડશે નહીં. અત્યાર સુધી આપ લોકોએ અનેક પ્રેમના કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ આવી પ્રેમ કહાની તમે ક્યારેય નહીં સાંભળવી હોય ખરેખર આ વિચિત્ર પ્રેમ કહાની સાંભળી સોશિયલ મીડિયામાં પણ તમામ લોકો પોતાના અલગ અલગ મંતવ્યો આપી રહ્યા હતા જેમાં એક વ્યક્તિએ લખ્યું હતું કે ખરેખર કળિયુગ હવે આવી ગયો છે તો અન્ય વ્યક્તિએ મજાકમાં લખ્યું હતું કે હવે લગ્ન કરવાના જ બંધ કરી દેવા જોઈએ કારણ કે આવી પ્રેમ કહાની સાંભળી અમારા હોંશ ઉડી ગયા છે.