મનુ ભાકર અને નીરજ ચોપરાના લગ્નને લઈ મનુના પિતાએ કહી ખાસ વાત, જુઓ વાઇરલ વિડીયો

વાઇરલ

હાલમાં પેરિસ ઓલમ્પિક 2024 ની ખૂબ જ શાનદાર રીતે પૂર્ણાહુતિ થઈ ગઈ છે સમગ્ર પેરિસના સ્ટેડિયમ ને થિયેટરની જેમ સજાવવામાં આવ્યું હતું તથા લાઇક ડેકોરેશન થી ક્લોઝિંગ સેરેમનીને ખાસ બનાવવામાં આવી હતી જેમાં દેશ-વિદેશના તમામ ખેલાડીઓ અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ બાદ ભારતના અનેક ખેલાડીઓ ચર્ચાનો વિષય રહ્યા હતા તેમાં પણ ભારત માટે સતત બે મેડલ લાવનાર મનુભાકર અને સિલ્વર મેડલ લાવનાર નિલેશ ચોપરા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તમામ લોકોએ પોતાના અલગ અલગ મંતવ્યો અને પ્રતિસાદ આપ્યા હતા. એક વીડિયોમાં મનુભાકર અને નીરજ ચોપરા સામસામે બેસી વાતો કરી રહ્યા છે જ્યારે અન્ય વીડિયોમાં મનુભા કરની માતા નીરજ ચોપડા સાથે વાત કરી રહી છે આ વિડીયો જોતા સોશિયલ મીડિયામાં તમામ લોકોએ અનુમાન લગાવી દીધું કે આ બંને વચ્ચે કંઈક સંબંધો ચાલી રહ્યા છે જેને લઈને લગ્નની પણ અફવાઓ ઉડવા લાગી હતી.

આ માહોલ બાદ મનુભા કરના પિતાએ લોકો સમક્ષ પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. એમને કહ્યું હતું કે મનુના લગ્નની હજુ ઘણી ઉંમર નાની છે. અમે હજી તેના લગ્નનું જરા પણ વિચારી નથી રહ્યા. એમણે કહ્યું કે મારી પત્ની નીરજને પોતાના દીકરા સમાન માને છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે મનુ અને નીરજ બંને હરિયાણાથી છે. આ સાથે જ બંને ખેલાડીઓએ ભારત માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર દુનિયામાં ભારત દેશને ગર્વ અપાવ્યું છે. મનુ ભારતની લાડકી દીકરી સાથે શૂટર બાજ પણ છે.

જ્યારે નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ માં સફળતા મેળવી હતી. નીરજના કાકાએ લગ્નની અફવાઓને લઈ સ્પષ્ટતા કરતા કહ્યું કે લગ્ન એક સામાજિક કાર્યક્રમ છે તે જ્યારે થશે ત્યારે સમગ્ર દુનિયાને આપોઆપ ખબર પડી જશે. જેમ નીરજ એ મેડલ જીત્યો અને સમગ્ર દેશ દુનિયામાં બધાને ખબર પડી ગઈ તેવી જ રીતે લગ્ન વિશેની વાતો પણ સમય આવવાથી ખબર પડી જશે. પેરિસ ઓલમ્પિક 2024 માં મનુએ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે નિલેશ ચોપરા સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા તમામ દેશવાસીઓએ આ જીત બદલ શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.

સમગ્ર ઓલમ્પિક દરમિયાન મનુ અને નીરજ ચોપડા સહિત તમામ ખેલાડીઓનો ભારતવાસીઓએ આત્મવિશ્વાસ મનોબળ અને હિંમત વધારી હતી આ માટે તમામ ખેલાડીઓએ દેશવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે ભારતમાં આગમનની સાથે જ ખેલાડીઓનું ઢોલ નગારા શરણાઈ સાથે રજવાડી અંદાજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જીતને સમગ્ર દેશવાસીઓ ક્યારે ભૂલી શકશે નહીં અને દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. પરંતુ હાલમાં તો મનુ અને નીરજ ચોપરાના લગ્નને લઈ અફવા પર બંનેના પરિવારજનોએ લોકો સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં બંનેમાંથી કોઈને પણ લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *