ઓલમ્પિક 2024માં બે મેડલ લાવનાર મનુ ભાકરે સચિન તેંડુલકર સાથે કરી ખાસ મુલાકાત, જુઓ વાયરલ તસવીરો

વાઇરલ

ઓલમ્પિક 2024 ની પૂર્ણાહુતિ થઈ ગઈ છે જેમાં આ વર્ષે ભારતના તમામ ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર દુનિયામાં ભારત દેશને ગર્વ અપાવ્યું હતું આ તમામ ખેલાડીઓના સન્માન દેશના અલગ અલગ ખૂણે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા થઈ રહ્યા છે તેમાં પણ ભારત માટે મેડલ લાવનાર મનુ ભાકરના પણ અલગ અલગ જગ્યાએ સન્માન થયા હતા. દિલ્હી એરપોર્ટ પર ઢોલ નગારા શરણાઈ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મનું ભાકર નું સ્વાગત કર્યું હતું. ભારત માટે બે ઓલમ્પિક મેડલ લાવનાર મનુ ભાકર પ્રથમ દીકરી બની હતી આ વિશિષ્ટ સફળતા ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તમામ લોકોએ સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થતાની સાથે જ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.

હાલમાં મનુ ભાકરે ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર સાથે વિશિષ્ટ મુલાકાત કરી હતી બંને સફળ વ્યક્તિઓની તસવીરો સોશિયલ મીડિયામાં એક સાથે જોવા મળી હતી. જેમાં મનુએ બે મેડલ સાથે પોઝ આપ્યો હતો. સચિન તેંડુલકર સાથેની મુલાકાત મનુ માટે અવિસ્મરણીય રહી હતી. પોતાના અંગત અનુભવો શેર કરતાં મનુએ કહ્યું હતું કે ક્રિકેટિંગ આઇકોન સાથે આ ખાસ ક્ષણ શેર કરીને ધન્યતા અનુભવી રહી છું! તેની સફરએ મને અને આપણામાંથી ઘણાને અમારા સપનાને સાકાર કરવા માટે પ્રેરિત કર્યા. અવિસ્મરણીય યાદો માટે આભાર સર!,”આ મુલાકાત વખતે સચિન તેંડુલકરના પત્ની પણ હાજર રહ્યા હતા જેમણે મનુને શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

મનુના સફળતાની કહાની ની વાત કરીએ તો આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ગેમ્સમાં, મનુએ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બનીને ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેણીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.22 વર્ષની વયે ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં બે મેડલ જીતનારી આઝાદી પછીની પ્રથમ ભારતીય બનીને વધુ એક રેકોર્ડ બનાવ્યો, જ્યારે તેણે એર પિસ્તોલ મિશ્રિત ટીમ બ્રોન્ઝ મેડલ જીતવા માટે સરબજોત સિંહની ભાગીદારી કરી હતી.

મનુ અને સચિન તેંડુલકર એ રમતગમત ક્ષેત્રે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી અનેક એવોર્ડ મેળવ્યા છે બંને લોકો ભારત માટે ગર્વની ક્ષણ બન્યા હતા. આ તસવીરો શેર થતા ની સાથે જ એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે રમતગમતના વીરો બંને એક સાથે જોઈને ઘણો આનંદ થયો જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે જીવનમાં ખૂબ આગળ વધો આવી હૃદય પૂર્વકની શુભેચ્છાઓ. બીજા વ્યક્તિએ લખ્યું હતું કે મનુ અને સચિન તેંડુલકર ભારતના તમામ લોકો માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક હંમેશા હંમેશા માટે બની રહેશે અમને આપના પર ખૂબ જ ગર્વ છે આપ સમગ્ર ભારત દેશનું ભવિષ્ય છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *