ભારતીય ક્રિકેટર અનેકવાર પોતાની લક્ઝરીયસ લાઈફને લઈ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જતા હોય છે. હાલમાં જ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સીરાજ એ પોતાના કાર કલેક્શનમાં વધારે એક કારનો ઉમેરો કર્યો છે આપને જણાવી દે કે મહંમદ સિરાજને કારનો ખૂબ જ શોખ રહેલો છે આ કારણથી અવારનવાર પોતાની કાર કલેક્શનમાં વધારો કરતો જોવા મળે છે. હાલમાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીર શેર કરી હતી જેમાં તેને પોતાની ડ્રીમ કાર રેન્જ રોવર કારની ખરીદી કરી છે.
સિરાજ ભારતીય ટીમ માટે સર્વશ્રેષ્ઠ બોલર રહ્યા છે તેને અનેક મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ભારતની અનેક મેચમાં જીત અપાવી છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં મોહમ્મદ સિરાજ એ સર્વશ્રેષ્ઠ બોલીંગ પ્રદર્શન કરી ત્રણ વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સિરીઝ બાદ તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે કારણ કે તેમના દરેક સંઘર્ષો પાછળ પરિવારનો ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે આ કારણથી જ પોતાની દરેક મેચમાં તેમનો પરિવાર પણ હંમેશા સાથે જોવા મળે છે.
View this post on Instagram
પોતાની નવી કાર સાથે તસવીર શેર કરતા તેમને કેપ્શન માં લખ્યું હતું કે તમારા સપનાની કોઈ સીમા નથી, કારણ કે તે તમને વધુ મહેનત કરવા અને વધુ પ્રયત્નો કરવાની પ્રેરણા આપે છે. તમારા સાતત્યપૂર્ણ પ્રયાસો જ તમને આગળ લઈ જશે. તેમના આશીર્વાદ માટે અને મને મારા પરિવાર માટે @LandRoverPrideMotors परथी आ ड्रीम डार ખરીદવા માટે સક્ષમ કરવા બદલ ભગવાનનો આભાર. જો તમે તમારામાં વિશ્વાસ રાખો છો તો તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકશો.
View this post on Instagram
સિરાજ ની નવી કાર સાથે તેમનો સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. જોકે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2024માં સિરાજ ને વધારે મેચ રમવાનો મોકો મળ્યો નહોતો પરંતુ તેમની બોલિંગ થી તમામ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આજના સમયમાં સિરાજ ભારતીય ટીમનો સ્ટાર બોલર બની ગયો છે. પોતાની નવી કાર સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા ની સાથે જ તેમના ચાહકોએ પણ તેમને શુભકામના પાઠવી હતી. આ સાથે જ ક્રિકેટ ના તમામ ખેલાડીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.