હાલ સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર વિવાદને લઈને ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વિવાદ એટલા માટે શરૂ થયો હતો કારણ કે મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કારની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા હતા.
આ વિવાદે હાલમાં ભારે જોર પકડ્યુ છે. હાલ આ સમગ્ર મામલાને લઈને સાધુ-સંતોએ પણ પોતાના નિવેદન આપ્યા છે. જાણવા મળ્યું છે કે, આ વિવાદને લઈને મોગલ ધામના મણીધર બાપુ અને મોરારીબાપુએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. કથાકાર મોરારીબાપુએ નિવેદન આપતા જણાવ્યું કે, આજકાલ દુનિયામાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે લોકો અનેક પ્રકારના કપટ કરી રહ્યા છે.
આપણા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની વિશાળ અને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિની નીચે હનુમાનજીને માથું નમાવતા અને તેમના દેવતાની સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે વિચારવાની જરૂર છે અને સમાજે જાગૃત થવાની જરૂર છે.
મોરારી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો કહે છે કે બાપુ તમે બોલો. જ્યારે હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ ન બોલ્યું. હવે તમે બધા બોલો. મોરારીબાપુએ આપેલા આ નિવેદનની હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. સાળંગપુર હનુમાનજીના અપમાન વિવાદને લઈને લોકો સોશિયલ મીડિયા પર ઘણી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર લોકો આ વિવાદાસ્પદ તસવીરને હટાવવાની માંગ કરી રહ્યા છે અને માફી માંગવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.