દેશભરમાં દરરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં નશામાં ધૂત પિતાએ પોતાની ત્રણ માસૂમ દીકરીઓના જીવ લીધા છે. પુત્રીઓની હત્યા કર્યા બાદ પિતાએ ત્રણેયના મૃતદેહને લોખંડની પેટીમાં પેક કરી દીધા હતા અને પછી બોક્સ ઘરની બહાર ફેંકી દીધું હતું.
જાણવા મળ્યું છે કે, ત્રણેય બહેનો એક ઓક્ટોબર એટલે કે ગયા રવિવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ અચાનક જ ગુમ થઈ ગઈ હતી. બાદમાં સોમવારે સવારે લોકોએ આ ત્રણેય બહેનોના મૃતદેહ જોયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા શંકાના આધારે બે ઓક્ટોબરના રોજ મૃત્યુ પામેલી બાળકીઓના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી બાપ દ્વારા પોતાનો ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી બાપે કહ્યું હતું કે, ગરીબીથી કંટાળીને તેને પોતાની ત્રણેય દીકરીઓનો જીવ લીધો હતો. મળતી માહિતી મુજબ, આ ચોકાવનારી ઘટના પંજાબના જલંધરમાં બની હતી.
આરોપી બાપની ઓળખ સુનિલ તરીકે થઈ છે. સુનિલે નશાની હાલતમાં પોતાની 9 વર્ષની દીકરી અમૃતા કુમારી, 7 વર્ષની દીકરી કંચન કુમારી અને ત્રણ વર્ષની દીકરી વાસુને મોતને ઘાટ ઉતારી હતી. ત્રણેય માસુમ દીકરીઓનો જીવ લીધા બાદ તેના મૃતદેહને એક પેટીમાં પેક કરી દીધા હતા અને પેટી ઘરની બહાર ફેંકી દીધી હતી.
મળતી માહિતી મુજબ, ત્રણેય બાળકીઓ રવિવારના રોજ રાત્રે અચાનક જ ગુમ થઈ ગઈ હતી. એટલા માટે સુનિલના મકાન માલિકે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકો સાથે મળીને બાળકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પરંતુ, રાત્રે બાળકીનો કોઈ પણ પ્રકારની ખબર મળી નહીં. જ્યારે બીજા દિવસે સવારે સુનીલ પોતાના ઘરની બહાર એક પેટી કાઢી રહ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ ત્યાં જઈને પેટીમાં જોયું તો ત્રણેય બાળકીઓના મૃતદેહ પેટીમાં હતા. પછી આ સમગ્ર ઘટના બહાર આવી હતી.