દેશભરમાં દરરોજ અનેક ઘટનાઓ બને છે. ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના જ બે વર્ષના પુત્રનો જીવ લીધો છે. પિતાએ પુત્રને જમીન પર પટકાવીને હત્યા કરી હતી. પુત્રનો જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
જાણવા મળ્યું છે કે, આરોપી પિતા પહેલા તેના પુત્રને એક રૂમમાં લઈ ગયો. ત્યારબાદ તે ગુસ્સે થઈ ગયો અને તેના માસૂમ પુત્રને જમીન પર પટકાવવા લાગ્યો. આ કારણોસર પુત્રનું મૃત્યુ થયું હતું. આ ઘટના મધ્યપ્રદેશની છે. અહીં મંગળવારે ઉમેશ નામનો વ્યક્તિ પોતાના ઘરમાં તાંત્રિક વિધિ કરી રહ્યો હતો. આ દરમિયાન ઉમેશની પત્ની અને માતાએ ઉમેશના આ કૃત્યનો વિરોધ કર્યો હતો.
આ પછી ગુસ્સામાં આવીને ઉમેશે પુત્રની હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપીની પત્ની અને માતાએ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ આવ્યા બાદ આરોપી ઉમેશે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આરોપી પાસે દરવાજો ખોલાવે તે પહેલા જ માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપી ઉમેસે ઘરમાં રાખેલી ગેસની બોટલને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પહેલા જ પોલીસે આરોપીને પકડી લીધો હતો. જાણવા મળ્યું છે કે, મંગળવારે સવારે ઉમેશ તેના ઘરે ક્યાંકથી લાવેલી ભભૂતી ઉડાડતો હતો. તેનું વર્તન પરિવારના સભ્યોને વિચિત્ર લાગતું હતું. જેના કારણે પરિવારજનોએ તેને આમ કરવાથી રોક્યો હતો.
આ દરમિયાન ગુસ્સામાં આવીને ઉમેશ તેના બે વર્ષના માસૂમ પુત્રને રૂમમાં લઈ ગયો હતો અને પછી રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. આ પછી તેણે પુત્રને જમીન પર પટકીને તેની હત્યા કરી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઉમેશ એક તાંત્રિક પાસેથી તાંત્રિક વિધિ શીખતો હતો. તે અવારનવાર ત્યાં જતો હતો. તે મંગળવારે સવારે ઉજ્જૈનથી પરત આવ્યો હતો અને તેણે આ પગલું ભર્યું હતું.