હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશા લાંબા સમય પછી મુંબઈ પરત ફરી હતી જેની અનેક તસવીરો વિડીયો અને સમાચાર સોશિયલ મીડિયામાં સામે આવતા ની સાથે જ તમામ લોકોએ અલગ અલગ મંતવ્ય શેર કર્યા હતા. નતાશા એ મુંબઈ આવતાની સાથે જ વર્કઆઉટ પછી ની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આપને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશા એ છૂટાછેડા ના સમાચાર સોશિયલ મીડિયામાં આપ્યા બાદ નતાશા પોતાના પિયર સર્બિયા ચાલી ગઈ હતી. અને તેના પુત્ર અગતસ્ય ને નતાશા એ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે નતાશા એ પોતાના પુત્રનો ચોથો જન્મદિવસ સર્બિયા માં ઉજવ્યો હતો. હાર્દિક પંડ્યા ના સમગ્ર પરિવારે અગત્સ્ય ના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
નતાશાએ મુંબઈ આવી આખરે શું કર્યું ચાલો આપને જણાવીએ તેને સૌ પ્રથમ મુંબઈ આવતાની સાથે જ પોતાના પુત્રને હાર્દિક પંડ્યા ના ઘરે મૂકી ગઈ હતી ત્યારબાદ તેણે વર્કઆઉટ જોઈન કર્યું હતું જેમાં તેણે પોતાના જૂના સાથી મિત્ર સાથે સોશિયલ મીડિયામાં સેલ્ફી શેર કરી હતી પરંતુ આખરે આ વ્યક્તિ કોણ છે? આ નતાશાનો ખૂબ જ ખાસ મિત્ર છે જેનું નામ એલેકઝાન્ડર એલેક્સ ઇલિચ છે. આ વ્યક્તિ બોલીવુડની સુંદર અભિનેત્રી દિશા પટનીનો બોયફ્રેન્ડ છે. આ તસવીરોમાં બંને લોકોની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી તેમાં નતાશા એ નિયોન ક્રોપ ટોપ અને બ્લેક જીન્સ પહેર્યું છે.એલેકઝાન્ડર એલેક્સ ઇલિચ સાથે સેલ્ફી શેર કરી હતી. નતાશા ની જેમ જ તે પણ સર્બિયા થી છે. પરંતુ છેલ્લા સાત વર્ષથી તેઓ ભારતમાં રહે છે.એલેકઝાન્ડર મોડલ અને અભિનેય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી રહ્યો છે. એ પ્રથમ વખત 2018 ની ફિલ્મ વિરે દી વેડિંગના ગીત તરિફા માં અભિનેત્રી સોનમ કપૂર સાથે જોવા મળ્યો હતો. જેમાં તેને ખૂબ જ સુંદર ડાન્સ કરી તમામ લોકોને દિલ જીતી લીધા હતા તથા આ ફિલ્મ બોલીવુડ બોક્સ ઓફિસમાં પણ સુપરહિટ બનવામાં સફળ રહી હતી.
વર્કઆઉટ પછીની સેલ્ફી બાદ આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ બંને લોકોને એક સાથે જોતા અલગ અલગ પ્રતિક્રિયા મંતવ્ય અને કોમેન્ટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે છુટાછેડા બાદ નતાશા પ્રથમ વખત કોઈ વ્યક્તિ સાથે આટલી નજીકથી સેલ્ફી લેતા જોવા મળી છે. આ સેલ્ફી જોતાની સાથે જ તમામ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જરૂરથી આ બંને વચ્ચે કંઈક સંબંધો ચાલી રહ્યા છે જેને કારણે તે જ નતાશાએ મુંબઈ આવતાની સાથે જ આ વ્યક્તિ સાથે સેલ્ફી શેર કરી છે પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ સ્પષ્ટતા કે નિવેદન સામે આવ્યું નથી. નતાશા અને એલેકઝાન્ડર બંને લોકો ખૂબ જ લાંબા સમયથી એકબીજાના ગાઢ મિત્રો રહ્યા છે. પરંતુ શું હવે આ મિત્રતાનો સંબંધ પ્રેમમાં બદલાવા જઈ રહ્યો છે આ પ્રશ્ન દરેક લોકોને બતાવી રહ્યો છે પરંતુ તેનો સાચો જવાબ હજુ સુધી કોઈને મળ્યો નથી.
બંને લોકો એક સાથે સર્બિયા રહેતા હોવાથી એકબીજા વચ્ચે ખૂબ જ સારા સંબંધો રહ્યા છે તેથી આ માત્ર મિત્રતા પણ હોઈ શકે છે. આ સાથે આખરે નતાશા શા માટે મુંબઈ પરત કરી છે તેનું કારણ પણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલમાં તો આ તસવીર અને સેલ્ફી સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ અલગ અલગ અનુમાનો લગાવ્યા હતા.