એકટીવા પર જતા વૃદ્ધ સાથે ગાય આડી આવતા સર્જાયો અકસ્માત, મોત નિપજતા છવાયો માતમ – ૐ શાંતિ

ગુજરાત

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર પ્રત્યે ક્રૂરતા વધી રહી છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના ભાવનગરમાંથી પ્રકાશમાં આવી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે.

મહુવાના તલગાજરડા રોડ પર એક્ટિવા ચલાવી રહેલા 67 વર્ષીય પ્રદીપભાઈ પરશુરામભાઈ ત્રિવેદીને રસ્તામાં ગાય આડી આવી હતી. જેના કારણે તે રોડ પર પડી ગયો હતો અને આ ઘટનામાં તેને માથાના ભાગે ઈજા થઈ હતી. આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવ બનતા જ મૃતક વૃધ્ધાના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, વૃદ્ધાને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ પછી આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પ્રદીપભાઈને પ્રથમ મહુવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાંથી પ્રદીપભાઈને વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રદીપભાઈનું મોત નીપજ્યું હતું. પ્રદીપભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મિત્રો, છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે અને અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *